fbpx
અમરેલી

કુંકાવાવ મુકામે કૃભકો તેમજ કુંકાવાવ તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ

. જેમાં ઉપસ્થિત લાઠી – બાબરાના ધારાસભ્ય વીરજીભાઇ ઠૂમર,તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનરિયા, ઇફકો ડેલિગેટ રવજીભાઇ પાઘડાલ અને લાખાભાઇ પદમાણી, અજીમ બેન્કના ડાયરેક્ટર બાબુભાઇ સખવાળા, વનરાજભાઈ વાળા, કૃભકોના એરિયા મેનેજર જી.ડી.ઘેટીયાભાઈ, ગુજકો માસોલમાથી કીકાણીભાઈ, કૃભકોમાથી કેતનભાઈ વેગડા, સંઘના મેનેજર રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઇ ડોંગા, ભગવાનભાઈ ચૌહાણ તેમજ કુંકાવાવ અને બગસરા વિસ્તારમાથી મંડળીના પ્રમુખો, મંત્રીઓ સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ. જેમાં એરિયા મેનેજર જી.ડી.ઘેટીયાભાઇએ ખાતર ઓછી વાપરી ખેતી ખર્ચ ઘટાવવા અને જરૂરી બેક્ટેરિયા અને દવાનો ઉપયોગ કરવા અને વીરજીભાઇ ઠૂમરે સંઘની પ્રગતિ અંગે તેમજ સકારી ઇફ્કો અને કૃભકોના ખાતર બિયારણ દવા તેના વાપરવા ઉપર ભાર મુકેલ અને જણાવેલ કે સહકારી ઇફકો અને કૃભકોના જ ખાતર બિયારણ દવા વાપરવા જોઈએ અને જેમખને તેમજ સીકમ અને ભૂતાન ઓર્ગેનિક ખેતી કરે છે તે પ્રમાણે કરવા જણાવાયું હતું.

Follow Me:

Related Posts