રાજુલાઆહીર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ગત 18 તારીખના રોજ વડોદરા ખાતે ગમખ્વાર અકસ્માત થયેલ હતો જેમાં ૧૧ જેટલા આહિર સમાજના ભાઈઓ બહેનો અને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ મૃતકોમાં ખાખબાઈ પાવઠી મોટાજાદરા બાંભણિયા નાની ખેરાળી ઢોકડવા સહિતના ગામોના લોકોનો સમાવેશ થાય છે ચાર વ્યક્તિઓના મૃત્યુ થતા આહિર સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે આજરોજ રાજુલા ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જમા 11 મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
રાજુલા આહીર પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ ડોક્ટર જે અેમ વાઘમશી તેમજ કરસનભાઈ કલસરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ મૃતકો ગરીબ પરિવારના છે અને અકાળે મૃત્યુ થતાં તેના બાળકો પણ હાલ છત્રછાયા વગર ના બન્યા છે ત્યારે આ પરિવારને સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી માગણી અને રજૂઆતોના અંજલી કાર્યક્રમમાં કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારમાં પણ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતુ
Recent Comments