fbpx
અમરેલી

રાજુલા માર્કેટિંગ યાર્ડ ની ૬ બેઠકો બિનહરીફ, ખેડૂત પેનલ માટે થશે ચુંટણી

રાજુલા માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી અંતર્ગત આજરોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી ત્યારે ૧૬ બેઠકો માટે ૪૩ જેટલા ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા. તેમાં આજરોજ વેપારી પેનલ માં કુલ ૧૨ ફોર્મ ભર્યા હતા પરંતુ ૮ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા વેપારી પેનલ નાં ૪ સદસ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. જ્યારે ખરીદ વેચાણ સંઘ પેનલ માં કુલ ૩ ફોર્મ ભર્યા હતા જ્યારે તેમાં ૧ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચતા આ બંને બેઠકો મળી કુલ ૬ બેઠકો બિનહરીફ થઇ હતી જ્યારે બીજી તરફ ખેડૂત પેનલ માં કુલ ૨૮ ફોર્મ ભરાયાં હતાં તેમાંથી ૭ જેટલા ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા હવે આગામી દિવસોમાં ખેડૂત પેનલ માં ૧૦ બેઠકો માટે ૨૧ જેટલા ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. ભાજપ કોંગ્રેસ પ્રેરિત ૧૦-૧૦ ઉમેદવારો જ્યારે એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ચુંટણી થશે. વર્ષો બાદ રાજુલા માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી માં એટલી રસાકસીભરી સ્થિતિ નિર્માણ થઈ છે આ ૧૦ બેઠકો જીતવા માટે ભાજપ કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા કમર કસી છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો આ ૧૦ બેઠકો પર કોણે જીતાડશે એનાં પર સૌની મીટ મંડાયેલી છે

Follow Me:

Related Posts