fbpx
અમરેલી

સાવરકુંડલામાં શેરીમાં ચાલવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ચાર શખસે એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાની હત્યા

સાવરકુંડલામાં ગઈકાલે રવિવારે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં જાહિદ હારુનભાઈ શેખ નામના યુવાન પર એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવામાં આવી હતી. આ બનાવમાં બે વ્યક્તિ ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ તપાસમાં શેરીમાં ચાલવા જેવી નજીવી બાબત મારામારી અને હત્યા સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને જાહિદના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખેસેડી આગળની તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલાના નદી અને નેરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે જૂના મનદુઃખને કારણે ગઈકાલે રાત્રે મારામારીમાં જાહિદ હારુનભાઈ શેખની હત્યા થઈ હતી. પોલીસે અયુબ ઉર્ફે અકની ઉસ્માનભાઇ ચૌહાણ, ઉસ્માનભાઇ કાસમભાઇ ચૌહાણ, અફસાનાબેન ઉર્ફે કાટી રહીમભાઇ ચૌહાણ અને ઇરફાન ઉર્ફે ઘડિયાળી યુનુસભાઇ વાઘેલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts