fbpx
અમરેલી

રાજુલા, જાફરાબાદની મંડળીઓના હોદે્‌દારો માટે સહકારી સેમીનાર યોજાયો

ભારતીય રાષ્‍ટ્રીય સહકારી સંઘની માર્ગદર્શીકા મુજબ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણીની અઘ્‍યક્ષતામાં 67માં અખિલ ભારત સહકાર સપ્તાહના સાતમાં દિવસે સમાપન સમારોહ પ્રસંગે રાજુલા, જાફરાબાદ સેવા    મંડળીઓના મંત્રી અને માટે સહકારી સંસ્‍થાઓ દ્વારા નાણાકીય સમાવેશો, ડીઝીટલ લાયજેશન અને સોશ્‍યલ મીડીયાના વિષય વસ્‍તુ પર સહકારી સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે રાજુલા તાલુકા સંઘના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ, અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના ડાયરેકટર દાદભાઇ વરૂ, અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના ડાયરેકટર યોગેશભાઇ બારૈયા, અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના મેનેજર બી.એસ કોઠીયા, અમરેલી જીલ્લા સહકારી સંઘના મેનેજર ભાર્ગવ ત્રિવેદી સી.એ એ.બી કોઠીયા, સી.એ હિતેષભાઇ ખણેસ, સી.આઇ સંદીપ ઠાકર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શબ્‍દોથી અને સાલ ઓઢાડીને સનમાન કરવામાં આવેલ હતુ. જયારે કાર્યક્રમને આગળ ધપાવતા  મહેમાન બી.એસ કોઠીયા દ્વારા સહકારી સપ્તાહ હેતુઓ અને ઉદ્‌ેશો વિષે માહિતી આપી હતી. ત્‍યારે અઘ્‍યક્ષ સ્‍થાનેથી મનીષ સંઘાણી દ્વારા જણાવવામાં આવેલ કે, સહકારી સપ્તાહમાં હાલની પરીસ્‍થિતિને ઘ્‍યાનમાં રાખી પહોંચી વળવા માટેના સાતે સાત દિવસ વિષય વસ્‍તુ રાખવામાં આવેલ છે. જેમ કે કોરોના, બે રોજગારી મહિલા, યુવાનો, મીડીયા, નાણાકીય વ્‍યવહારો જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવે છે. અને સહકારીતાથી આત્‍મનિર્ભર બનવા માટેના ઉપાયો સમજાવામાં આવે છે અનેસહકાર સપ્તાહના માઘ્‍યમથી આપણે સહુ સાથે મળી અને એક બીજા ને સહકાર આપીએ અને સહકારી ઇમારતને મજબુત બનાવીએ. વધુમાં અમરેલી જીલ્લા સહકારી સંઘની માહિતી આપવામાં આવી હતી અને જીલ્લાની તમામ સહકારી મંડાળીઓ સંઘની તે સેવાઓનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવેલ.

Follow Me:

Related Posts