fbpx
અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ ખાતે બજરંગ ગૃપનું સન્‍માન કરાયું

આજે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ બ્‍લડ બેંક અમરેલી દ્વારા ધારી બજરંગ ગૃપના પ્રમુખ પરેશ પટ્ટણી, દુર્ગેશ  ઢોલરીયા, ભરત મકવાણા, દિનેશ લુણાગરીયા અને ધર્મેન્‍દ્ર લહેરૂને શિલ્‍ડ અર્પણ કરી શાલ ઓઢાડી વસંતભાઈ ગજેરા, કલેકટર આયુશ ઓક, ડી.ડી.ઓ. પરમાર દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ. છેલ્‍લા પચીસ વર્ષથી નિઃસ્‍વાર્થ ભાવે ધારી તાલુકામાં સેવાની જયોત જલાવી અને કોરોના કાળમાં બ્‍લડની અછતના સમયે બ્‍લડ કેમ્‍પ કરી બ્‍લડ પુરૂ પાડવામાંઆવેલ. બજરંગ ગૃપ દ્વારા છેલ્‍લા રપ વર્ષમાં 100 ઉપરાંતના બ્‍લડ કેમ્‍પ કરી તાલુકા અને જિલ્‍લામાં બ્‍લડ પુરૂ પાડેલ છે. બજરંગ ગૃપ દ્વારા ધારી સિવિલ હોસ્‍પિટલમાં બ્‍લડ સ્‍ટોરેજ સેન્‍ટર કાર્યરત છે. તાલુકામાં જયારે કોઈપણ દર્દીને બ્‍લડની જરૂરિયાત પડે તો બજરંગ ગૃપનો સંપર્ક કરે છે. મહાનુભાવો દ્વારા બજરંગ ગૃપની સેવાકીય પ્રવૃતિને બિરદાવવામાં આવેલ.

Follow Me:

Related Posts