fbpx
અમરેલી

સમૂહ લગ્ન માટેની મંજુરી માટેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવા બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

ગરીબ અને સામાન્ય લોકોને આશીર્વાદ સમા અલગ અલગ સંગઠનો- સસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ગરીબ અને સામાન્ય પરિવાર જનોના પુત્ર અને પુત્રીઓ નાં લગ્ન માટે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવતું હોય છે જેના કારણે આમ સામાન્યઅને ગરીબ લોકોના પુત્ર અને પુત્રીઓ ના લગ્ન થતા હોય જેમાં આ સેવાભાવી સંસ્થા કે સંગઠનો દ્વારા કરિયાવર તેમજ તમામ જરૂરી ચીજ વસ્તુઓ ભેટ ના સ્વરૂપ માં આપતા ગરીબ અને સામાન્ય લોકો ના આવા કામો પાર પડતા હોય છે. પરંતુ  હાલ કોરોના વાયરસ નાં સંક્રમણ નાં ફેલાવાના કારણે અને સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ ગરીબ અને સામાન્ય અને મધ્યમવર્ગ પુત્રો અને પુત્રીઓ નાં લગ્ન થતા નથી જેના કારણે તેમના માતા અને પિતા આ પરિસ્થિતિ માં લગ્ન કેવી રીતે પાર પાડવા તેની સતત ચિંતા અને વ્યથા અનુભવતા હોય, જેમને ધ્યાને લઈને આજરોજ  ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લાગણી અને માંગણી સાથે પત્ર પાઠવીને સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ સમૂહ લગ્ન કરવા માટેની મંજુરી માટે નવી ગાઈડલાઈન્સ કરવામાં આવે તો ગુજરાત ભરના તમામ વર્ગ નાં સામાન્ય અને ગરીબ લોકોને આવા સેવાકીય પ્રવુતિ કરતા લોકો તરફથી કરવામાં આવતા શુભ આશ્ય સાથેના આયોજનો અને સમૂહ લગ્નોત્સવ નો લાભ મેળવી શકે

Follow Me:

Related Posts