fbpx
અમરેલી

અમરેલીની 181 અભયમ્‌ ટીમે મહિલાને આત્‍મહત્‍યા કરવાતરફથી પાછી વાળી

એક સજજન દ્વારા 181માં જાણ કરી જણાવેલ કે મારા ખેતરના કૂવા પાસે કોઈ મહિલા આવી ગયેલા છે અને તેની સાથે નાના ર બાળકો છે. તેઓની ઓળખાણ ન થતા તેમને પૂછતા આત્‍મહત્‍યા કરવા માંગુ છું તેવું જણાવી રડવા લાગેલ. આ મહિલાને હાલ 181 મહિલા હેલ્‍પલાઈનની મદદની જરૂર છે. તેથી 181 અમરેલીની ટીમ આ મહિલા સુધી પહોંચી તેમને શાંત પાડી તેમને પાસે બેસાડી તેમની સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે તેઓ ગિર સોમનાથ જિલ્‍લાના ગીર ગઢડા તાલુકા એક ગામના છે. અવાર નવાર ઘરકામની બાબતે સાસુ સાથે ઝગડો થતા પતિ કોઈ પણ વાત જાણ્‍યા વગર માર મારવા લાગે છે. લગ્નને આશરે 9 વર્ષ જેવો સમય થયો છે. એક દીકરો ને એક દીકરી એમ ર સંતાન છે. 181ના તાલીમબધ સલાહકાર દ્વારા બેન પાસેથી વધુ માહિતી લેતા તેમના પરિવારને જાણ કરવામાં આવેલ. પરિવારના વડીલો તેમને વહેલી સવારથી ઘરે ના જોતા તેઓને ગોતી રહયા હતા. બેનને તેમના બાળકોને સહી સલામત જોતા પરિવાર તુરત જ મહિલા પાસે પહોંચી ગયેલ. ત્‍યારે બંને પરિવારને સાથે રાખી 181ના સલાહકાર દ્વારા મહિલા અને તેમના પતિનું પરામર્શ કરવામાં આવે છે. બેન જે પણ નિર્ણય લઈ ઘરેથી નીકળી ગયેલ તે તેમનો ખોટો નિર્ણય હતો. તે તમને માની આગળથીકયારેય આવો વિચાર નહીં લાવે. તેઓ હાલ પતિ કે સાસુ સામે કોઈ પણ કાર્યવાહી કરવા નહીં માંગતા તેઓ તેમના પિયરપક્ષના વડીલો સાથે જવા માંગે છે. રાજીખુશીથી બંને પરિવારના વડીલો થોડા દિવસ પછી ભેગા થઈ બેનને પતિની સાથે મોકલશે.

Follow Me:

Related Posts