અમરેલી જિલ્લામાં કોરોના વધુ 25 કેસઃ કુલ 3035 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોના વધુ વકરતો જાય છે. આજે 25 પોઝિટિવ કેસ નોંધાયા સામે રિકવરી રેટ ઘટયો ફક્ત 6 દર્દીઓ ડિસ્ચાર્જ. સ્થિતિ વણસે તે પહેલાં લોકોએ ચેતી જવાની ખાસ જરૂર.
આજે 23 પોઝટિવ કેસ નોંધાયા 6 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં કોરોના ફરી વધુ વકરતો જાય છે. પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થાય છે. હાલ છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસમાં રિકવરી રેટ પણ ઘટતા દર્દીઓ ડિસ્ચાર્જ પણ ઓછા થાય છે સાથે અત્યારે કુલ પોઝિટિવ કેસોનો આંક પણ 3000ને વટી ગયો છે ત્યારે અમરેલી જિલ્લાની સ્થિતિ વધુ વણસે અને અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે તંત્રની સાથે તમામ લોકો પણ પોતાની જવાબદારી સમજીને લોકોએ ખાસ ચેતી જવાની જરૂર છે. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન ચોક્કસ કરે સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. આજ તા.25 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 164 દર્દીઓ છે. આજે ફક્ત 6 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3035 પર પહોંચી છે.
Recent Comments