fbpx
અમરેલી

આજે અમરેલીમાં બેન્‍ક કર્મચારીઓ અને કામદારોની રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલ

બેન્‍કોનું ખાનગીકરણ, કર્મચારીઓની ખાલી જગ્‍યા સહિતનાં પ્રશ્‍નોને લઈને નારાજગી આજે અમરેલીમાં બેન્‍ક કર્મચારીઓ અને કામદારોની રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલ નાના થાપણદારોને વ્‍યાજમાં વધારો કરવા સહિતની અનેક માંગ બેન્‍કકર્મીઓ કરે છે ગુજરાત બેન્‍ક વર્કસ યુનિયનનાં નેજા હેઠળ સૌરાષ્‍ટ્રમાં પ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાશે કેન્‍દ્ર સરકારની કામદાર- કર્મચારી-ખેડૂત અને જનસામાન્‍ય નીતિનાં વિરોધમાં મજુરો-ખેડૂતો આંદોલનના માર્ગ અપનાવી રહૃાાં છે. સરકારની મજુર વિરોધી, લોક વિરોધી અર્થનીતિ અને મજુર કાનૂનમાં સુધારા કરવામાં આવેલ છે. ગુજરાત બેંક કર્મચારીઓ આ હડતાલમાં સામેલથશે. મજુર સંગઠનોની 7 માંગણીઓ ઉપરાંત બેંક કર્મચારીઓની માંગ છે કે બેંકોનું ખાનગીકરણની વિચારણા બંધ કરવી, બેંકોની શાખાઓ વધારવી, જાણી જોઈને લોન પરત નહી કરનાર સામે કડક પગલાં ભરવા અને બિનઉત્‍પાદક અકસ્‍યામતોની કડક વસુલી કરવી, સહકારી અને ગ્રામીણ બેંકોને સઘ્‍ધર બનાવવી. બેંકોમાં અત્‍યારે પુરા પ્રમાણમાં ભરતી કરવામાં આવતી નથી જેને કારણે બેંકોની ગ્રાહક સેવામાં તકલીફ પડે છે. નાના થાપણદારોને વ્‍યાજમાં વધારો કરવો અને નવી પેન્‍શન યોજના નાબૂદ કરવી અને જુની પેન્‍શન યોજના અમલમાં મુકવી. સરકાર ઉદ્યોગગૃહોને બેંક ખોલવાની પરવાનગી આપવાનું વિચારેલ છે. આ વર્ષમાં પંજાબ મર્કન્‍ટાઈલ બેંક, યશ બેંક અને લક્ષ્મી વિલાસ ખાનગી બેંકો નબળી પડી છે. યશ બેંકને સ્‍ટેટ બેંક અને એલઆઈસી જે જાહેરક્ષેત્રના બેંકને ઉગારેલ છે. પંજાબ, મહારાષ્‍ટ્ર મર્કન્‍ટાઈલ બેંક અઘ્‍ધરતાલ છે. લક્ષ્મી વિલાસ બેંક છેલ્‍લા ત્રણ વર્ષથી નબળી પડી છે. રિઝર્વ બેંક તેના પ્રત્‍યે નજરઅંદાજ કરેલ. તેના શેરના ભાવ તળીયે ગયા અને નાના રોકાણકારોને નુકસાન થયું હવે તે ડીબીએસ બેંકને સંચાલન આવી રહેલ છે જે નજીવી કિંમતે આપવામાં આવશે. વિદેશી બેંકને શા માટે બેંક સોંપવામાં આવે છે ? જયારે આત્‍મનિર્ભર ભારતની વાત થાય છે ત્‍યારે મહામારીનાકાળમાં હડતાલ પાડવાનું લોકોને યોગ્‍ય નહી લાગતું હોય પરંતુ સરકાર મહામારીનો લાભ લઈને મજુર વિરોધી મજુર સંગઠન સાથે પરામર્શ કર્યા વગર સંસદમાં ચર્ચા કર્યા વગર સામુહિક સોદાબાજીનો અધિકાર છીનવી લે છે. જયારે સરકારે કામદારો પ્રત્‍યે સહાનુભૂતિ રાખવી જોઈએ ત્‍યારે આ કાયદા શા માટે લાવવા જોઈએ. મોંઘવારી પર રોક શા માટે લાદવી જોઈએ. કર્મચારીઓ સામાજીક અંતર રાખી કોવિડ-19ના નિયમોનું પાલન કરી શાખાઓ અથવા મુખ્‍ય ઓફિસ પાસે શાંત દેવાો યોજશે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ000 કર્મચારીઓ હડતાલમાં સામેલ થશે. એઆઈબીઈએ, બેફી અને એઆઈબીઓએ એ હડતાલનું એલાન આપેલ છે તેમ એક યાદીમાં બેંક વર્કસ યુનિયનનાં મહામંત્રી કે.પી. અંતાણીએ જણાવેલ છે.

Follow Me:

Related Posts