fbpx
અમરેલી

અમરેલીનાં માથાભારે શખ્‍સોની પાસા હેઠળ અટકાયત

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ આયુષ ઓકનાં વોરંટનાં આધારે પોલીસ ટીમ દ્વારા અમરેલીનાં માથાભારે શખ્‍સ રામકુભાઈ માથાસુળીયા અને વાવેરાનાં વલ્‍લભભાઈ સોલંકીની પાસા હેઠળ અટકાયત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં રાજમાં માથાભારે શખ્‍સો ભયભીત અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લાના શરીર સંબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરિકો ઉપર દાદાગીરી કરી જાહેર વ્‍યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજય ફેલાવી આંતક મચાવતા માથાભારે અને ભયજનક ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા સુદ્રઢ બને તે માટે પાસા- તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજુલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.એમ. ઝાલા તથા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઈન્‍સ. જે.વાય. પઠાણ દ્વારા અમરેલી જિલ્‍લાના શરીર સંબંધી ગુન્‍હાઓના આરોપીઓ (1) રામકુભાઈ મનાભાઈ માથાસુળીયા (ઉ.વ.ર0) રહે. અમરેલી (ર) વલ્‍લભભાઈ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.ર4) રહે. વાવેરા, તા.રાજુલા વિરૂઘ્‍ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્‍તો તૈયાર કરી પોલીસ અધિક્ષક અમરેલીના મારફતે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ તરફ મોકલી આપેલ. આવા ભયજનક વ્‍યકિતઓની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ આયુષ ઓકે ઉપરોકત ઈસમો વિરૂઘ્‍ધ પાસાના વોરંટ ઈસ્‍યુ કરતા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો. ઈન્‍સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમે આરોપી રામકુભાઈ મનાભાઈ માથાસુળીયા રહે. અમરેલી સાવરકુંડલા રોડ, મફતીયાપરા વાળાને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલ ખાતે તેમજ વલ્‍લભભાઈ પુંજાભાઈ સોલંકી રહે. વાવેરા, તા. રાજુલા વાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા મઘ્‍યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

Follow Me:

Related Posts