fbpx
અમરેલી

ચલાલા ખાતે દાનમહારાજનાં આશિર્વાદ લેતા દિલીપ સંઘાણી

અમરેલી જિલ્‍લાના સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીની દેશની અગ્રણી સહકારી સંસ્‍થા નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્‍ડિયા દિલ્‍હીના ચેરમેન તરીકે બિનહરીફ વિજયી બની પ્રથમ વખત અમરેલી આવતા વર્ષોની પરંપરા મુજબ પહેલા પૂ. દાનમહારાજની જગ્‍યામાં આવી પૂ. દાનમહારાજ અને વલકુબાપુને શિશ નમાવી આશિર્વાદમેળવી ધન્‍યતા અનુભવી હતી. પૂ. વલકુબાપુએ દિલીપભાઈ સંઘાણીને મોં મીઠું કરાવી ફૂલહાર કરી અંતરના આશિર્વાદ પાઠવ્‍યા હતા. આ તકે લઘુમહંત પૂ. મહાવીરબાપુ, બહેન જયોત્‍સનાબેન ભગત, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધીરૂભાઈ વાળા સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts