fbpx
અમરેલી

મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી, વન મંત્રીની મુલાકાત લઈ પ્રશ્‍નો રજૂ કરતા ધારાસભ્‍ય જે.વી. કાકડીયા

સૌરાષ્ટ્રમાં જસાધાર ગીર રેન્‍જમાં આવેલું સૌની આસ્‍થાનું પ્રતીક શ્રી સોનબાઈ મા નું મંદિર ફોરેસ્‍ટ વિભાગની રેન્‍જમાં આવતું હોઈ છેલ્લા ઘણા સમયથી તેનો રસ્‍તો બંધ કરવામાં આવેલ છે જેથી સૌની આસ્‍થા અને ધાર્મિક લાગણી માટે ટેક રાખતા પરિવારજનોને ત્‍યાં દર્શન કરવા અને ટેક પુરી કરવા માટે અગવડતા પડી રહી હતી. વિવિધ વિસ્‍તારના આગેવાનોની મળેલી રજુઆત બાદ મથુર બલદાણીયા, રમેશ વાણીયા, અજય સોંડાગર દ્વારા ધારાસભ્‍ય વી.ડી. ઝાલાવાડિયા અને ધારાસભ્‍ય જે.વી. કાકડીયાને રજુઆત કરતા તેમની આગેવાનીમાં વન અને પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને સચિવાલય ખાતે રજુઆત કરવામાં આવી. યુવા સામાજીક આગેવાન અજય સોંડાગરે જણાવ્‍યું હતું કે વિવિધ સમસ્‍યાઓના નિરાકરણ માટેની રજુઆત લઈને ગાંધીનગર સચિવાલય ખાતે અમારા સાથી આગેવાનો મથુર બલદાણીયા, રમેશ વાણીયા, નાગજી સિસારા, રાઘવ કલસરિયાને સાથે રાખીને ધારાસભ્‍ય વિ.ડી.ઝાલાવાડિયા સહયોગથી મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ, કેબીનેટ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, આરોગ્‍ય મંત્રી કુમારભાઈકાનાણી સાથે મુલાકાત કરી અને સમસ્‍યાઓના નિરાકરણ માટે સફળ રજુઆત કરી હતી. આ તકે તમામ નેતાઓએ સમસ્‍યાઓના નિરાકરણ માટે ઘટતી કાર્યવાહી કરી યોગ્‍ય રસ્‍તો કાઢવા માટે પ્રયાસ કર્યા હતા. આ તકે ફિલ્‍મ સ્‍ટાર વિવેક ઓબેરોય સાથે અને પૂર્વ મેયર ભરત ડાંગર સાથે પણ મુલાકાત થઈ. સ્‍થાનિક ધારાસભ્‍ય વી.ડી. ઝાલાવાડિયાના નિરંતર પ્રયાસથી તમામ મંત્રીઓ સાથે ખૂબ જ સફળતાપૂર્વક રજુઆત થઈ અને તમામ દ્વારા નૂતનવર્ષની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી.

Follow Me:

Related Posts