fbpx
અમરેલી

અમરેલી જિલ્લા નું ગૌરવ બેટી બચાવો અભિયાન માટે ઘનશ્યામ લાઈવ કેક શોપ ના માલિક દર વર્ષે ૭૦૦૦ કિલો કેક ફ્રી માં આપે છે

અમરેલી જિલ્લા ના વેપારી હાલ  સુરત બેટી બચાવો માટે ઉદારતા નું અજવાળું બેટી બચાવો અભિયાન માટે ઘનશ્યામ લાઈવ કેક શોપ ના માલિક દર વર્ષે ૭૦૦૦ કિલો કેક ફ્રી માં આપે છે.આજે તમને એક એવા સુપર હીરો વિશે વાત કરવી છે જે બેટી બચાવો અભિયાન અંતર્ગત દરવર્ષે ૧ થી ૫ વર્ષ ની દીકરીઓ ને જન્મદિવસ પર ફ્રી માં કેક વિતરણ કરે છે.શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપ ના માલિક શ્રી સંજયભાઈ નું કહેવું છે કે દીકરીઓ જ્યારે આગળ આવશે ત્યારે દેશ ખરા અર્થ માં આગળ વધશે. અને આના માટે સાચાં દિલ થી પ્રયત્ન કરવામાં આવે તો આપને પરિવર્તન લાવી શકીએ છીએ. અને આ માટે કોઈ ની રાહ જોયા વગર આપણે જ આગળ આવી અને ઉદાહરણ પૂરું પાડવું પડશે. અને આજથી ૧૨ વર્ષ પહેલાં સંજયભાઈ દ્વારા એક બેટીબચાવો અભિયાન અંતર્ગત ૧ થી ૫ વર્ષ ની દીકરીઓ ને ફ્રિ માં કેક આપવાની શરૂઆત કરવામાં આવી અને આ અભિયાન ની શરૂઆત માં સંજયભાઈ વર્ષે ૧૦૦૦ કિલો કેક ફ્રી માં આપતા હતા અને આજે ઘનશ્યામ લાઈવ બેકરી ની ૧૪ બ્રાંચો પરથી દરવર્ષે સંજયભાઈ ૭૦૦૦ કિલો કેક ૧ થી ૫ વર્ષ ની દીકરીઓ ને ફ્રી માં આપી અને ખરા અર્થમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સફળતા પૂર્વક ચલાવી સમાજ અને લોકો સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સંજયભાઈ ને તેમના વિશિષ્ટ અભિયાન માટે ઘણા સન્માન મળી ચૂક્યા છે અને લોકો ના અભિનંદન પણ મળી ચૂક્યા છે.શ્રી ઘનશ્યામ લાઈવ કેક ની અમરેલી શહેર માં પણ નવી શાખા ખુલી છે અને શ્રી ઘનશ્યામ કેક નું લક્ષ્ય છે કે આવનારા સમય માં ૭૦૦૦ કિલો કેક થી આગળ વધી ૧૦,૦૦૦ કિલો કેક દીકરીઓ ના જન્મદિવસ પર ફ્રીમાં આપવાનું છેઆપણી આસપાસ કેકની શોપ તો ઘણી જોઈ પરંતુ બેટી બચાઓ અભિયાન અંતર્ગત ૭૦૦૦ કિલો કેક ફ્રી માં આપતી હોય તેવી ઘનશ્યામ લાઈવ કેક સમગ્ર દેશ ની પહેલી કેક શોપ છે તે માટે ઘનશ્યામ લાઈવ કેક ના માલિક શ્રી સંજયભાઈ ને દેશની તમામ દીકરીઓ તરફથી હૃદયપૂર્વક ના અભિનંદન.

Follow Me:

Related Posts