fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 20 કેસઃ કુલ 3055 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરનાનું સંક્રમણ તેજ. આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા સામે રિકવરી રેટ ઘટયો ફક્ત 3 દર્દીઓ ડિસ્ચાર્જ. લોકોએ ગંભીર થવાની ખાસ જરૂર.

આજે 20 પોઝટિવ કેસ નોંધાયા 3 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ થતું જાય છે. પોઝિટિવ કેસોમાં ભયજનક વધારો થાય છે. હાલ છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસમાં રિકવરી રેટ પણ ઘટતા દર્દીઓ ડિસ્ચાર્જ પણ ઓછા થાય છે ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે તંત્રની સાથે તમામ લોકોએ કોરોનાની ગંભીતા સમજી પોતાની જવાબદારી સમજીને લોકોએ ખાસ ચેતી જવાની જરૂર છે. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન ચોક્કસ કરે સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. આજ તા.26 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 180 દર્દીઓ છે. આજે ફક્ત 3 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3055 પર પહોંચી છે.

Follow Me:

Related Posts