fbpx
અમરેલી

અમરેલી વહીવટી તંત્ર દ્વારા બંધારણ દિવસની ઉજવણી

૨૬મી નવેમ્બરના રોજ દેશમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. બંધારણની મહત્તાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૬મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવીને પ્રસ્થાપિત કરી છે. રાજ્યમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા.

દરેક જિલ્લાઓની જેમ અમરેલી જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. અમરેલી અધિક નિવાસી કલેક્ટર શ્રી એ. બી. પાંડોરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બંધારણના આમુખનુ સમુહ પઠન કરવામાં આવ્યુ હતુ. આ તકે કલેક્ટર કચેરીના દરેક અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા. આ ઉપરાંત જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ બંધારણ આમુખનું સમુહ પઠન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નાગરીકોને પણ શુભકામના પાઠવવામાં આવી હતી. 

Follow Me:

Related Posts