fbpx
અમરેલી

‘ભણે ગુજરાત’નાં માહોલની વાસ્‍તવિકતા / ભેરાઈની પ્રાથમિક શાળાનું 80 વર્ષ જૂનું મકાન પડવા વાંકે ઉભું

રાજુલા તાલુકાના ભેરાઈ ગામ એટલે રાજુલાની સ્‍થાપના પહેલાનું જૂનાગઢ સ્‍ટેટનું ભેરાઈ ગામ હતું. ભેરાઈ તાલુકા મથક હતું. વર્ષો પહેલા તમામ વહીવટી ભેરાઈ ગામેથી થતો હતો. પોલીસથાણું પણ ભેરાઈ ગામમાં હતું. હાલ ગામમાં સરકારી બિલ્‍ડીંગો હવેલી ભોળાનાથનું મંદિર રાજુલાના પથ્‍થરથી બનાવેલ છે. પરંતુ આ ગામની શાળા 1949માં ભગવાનદાસ ગોકળદાસ વોરા વણિક પરિવાર મુંબઈ દ્વારા 80 વર્ષ પહેલા સ્‍થાપના કરવામાં આવી હતી. જે તે વખતે 10 ધોરણ સુધીની આ શાળા હતી. 80 વર્ષ સમય થયો. હાલ આ નળિયા તૂટી જવાથી શાળામાં પાણી પડે છે. તેમજ લાકડાના વળી વાસા સંપૂર્ણ ચડી ગયા છે.

દરવાજાના બારણા પણ તૂટી ગયા છે. હજી સુધી વર્ષોથી રીપેરીંગ થયું નથી અને આ બિલ્‍ડીંગ તાત્‍કાલિક નવું કરવા માટે ભેરાઈ ગામના યુવા કાર્યકર ચેતનભાઈ વ્‍યાસ દ્વારા જિલ્‍લા શિક્ષણઅધિકારીને અને શિક્ષણ મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે કે હાલ ભયંકર બિલ્‍ડીંગ પડે તેવી સ્‍થિતિમાં છે. હાલ આ શાળામાં 4પ0 વિદ્યાર્થી છે. 11 શિક્ષકો છે આઠ રૂમ છે પરંતુ બિસ્‍માર હાલતમાં છે.

આચાર્ય અશ્‍વિનભાઈ દવેએ જણાવ્‍યું કે તાલુકા કક્ષાએ શિક્ષણ શાખામાં નવા બિલ્‍ડીંગ કરવાની દરખાસ્‍ત મોકલવામાં આવી છે. હાલ શાળા કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ આવતા નથી. માત્ર શિક્ષકો શાળામાં બેસે છે. પરંતુ નવું બિલ્‍ડીંગ બનાવવું જરૂરી છે. આ અંગે રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી એચ.ડી. વાઢેરનો સંપર્ક સાધતા જણાવ્‍યું કે બિલ્‍ડીંગની હાલત ખરાબના કારણે સ્‍થળ તપાસ કરી દરખાસ્‍ત શાળા મારફત આવી હતી. તે અમરેલી જિલ્‍લા શિક્ષણ અધિકારીને મોકલી દેવામાં આવી છે. નવું બિલ્‍ડીંગ મંજૂર થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્‍યારે સત્‍વરે આ બિલ્‍ડીંગ નવું થાય તે માટે ભેરાઈ ગામના વતની અને સામાજિક કાર્યકર ચેતનભાઈ વ્‍યાસે તમામ સતાવાળાઓને પત્ર દ્વારા જાણ કરી છે.

Follow Me:

Related Posts