fbpx
અમરેલી

નિર્દોષ બાળકનાં મોત માટે જવાબદાર યુવતી અને તબીબ સહિતનાં આરોપીની અટકાયત

દામનગર નજીક નારાયણનગરની ઘટના નિર્દોષ બાળકનાં મોત માટે જવાબદાર યુવતી અને તબીબ સહિતનાં આરોપીની અટકાયત સ્‍થાનિક પોલીસે સમગ્ર રહસ્‍યનો કર્યો પર્દાફાશ દામનગર નજીક આવેલ નારાયણનગર ગામે આજથી આશરે એકદા વર્ષ પહેલા હિતાર્થભાઈ દિલીપભાઈ જોષી રહે. નારાયણનગરવાળનીવાડીમાં આવેલ શેઢા પાસે પાણીનાં નિકાલની વેણકીમાં ખાડો કરી દાટેલ અજાણ્‍યું નવજાત શીશુ (બાળક) મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય જે બાળકનું પેનલ પી.એમ. કરાવી તેમજ સાહેદનાં નિવેદનો આધારે મરણ ગયેલ હાલતમાં મળી આવેલ બાળકની માતા તથા બાળકનો અધુરા મહિને (જન્‍મ) ગર્ભપાત કરાવનાર ડોકટર પારસ પ્રહલાદભાઈ શ્રવણ સીતારામ હોસ્‍પિટલ ઢસા તથા બાળકને જન્‍મ આપનાર માતા તથા અન્‍ય બે સ્‍ત્રી-પુરૂષ ઈસમોએ બાળકને અધુરા મહિને જન્‍મ કરાવી સારવારની જરૂરિયાત હોવા છતાં સારવાર નહી કરાવતા બાળક મરણ જતાં બાળકનાં મૃતદેહને છુપી રીતે દાટી દઈ ગુન્‍હો કરેલ હોય. જે તપાસમાં બાળકને જન્‍મ આપનાર માતાના ડીએનએ તપાસ આધારે સઘન પુછપરછ કરી ગુન્‍હાનો ભેદ ઉકેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય તથા મદદનીસ પોલીસ અધિકારી અભય સોનીની સુચના અન્‍વયે દામનગર પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર વી.એલ. પરમાર ઘ્‍વારા ફરિયાદ આપી આરોપીઓએ આગોતરૂ કાવતરૂ રચી ત્‍હો. નંબર 1 ને પ્રેમ સબંધ હોય જેની સાથે શરીર સબંધ બાંધતા ગર્ભ રહી જતાં છએક મહિના બાદ ગર્ભ રહી ગયાની જાણ થતાં ત્‍હો. નં. 1 નાએ તેના કાકા- કાકીને વાત કરતા ત્રણેય જણાએ તથા આરોપી નં. 4 ડો. પારસ પ્રહલાદભાઈ શ્રવણ સીતારામ પ્રસૃતી ગૃહ રહે. ઢસા નાણાકીય ફાયદા મેળવવાના હેતુથીઅધુરા માસે ઉંદરમાં રહેલ બાળકનાં જીવને જોખમમાં મુકી ડીલીવરી કરાવડાવી બાળકને સારવારની જરૂરિયાત હોવાની જાણ હોવા છતાં સારવાર નહિ કરાવડાવી બાળક મરણ જતાં ગુન્‍હો કરવામાં એકબીજાએ મદદગારી કરેલ હોય. જેથી દામનગર પોલીસ સ્‍ટેશન આઈપીસી કલમ 31પ, 1ર0(બી), 34, 114 મુજબનો ગુન્‍હો રજી. કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ છે. અને આ કામની આગળની તપાસ સર્કલ પોલીસ ઈન્‍સ્‍પેકટર અમરેલી જે.કે. મકવાણા ચલાવી રહૃાાં છે.

Follow Me:

Related Posts