fbpx
અમરેલી

અમરેલી સીટી સર્વે કચેરીમા પેન્ડીગ અરજીઓના નિકાલ માટે રજૂઆત કરતા સાસંદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા

કલેકટર અને નાયબ નિયામક, સુપ્રિટેન્ડેન્ટ ઓફ આગામી ૧૫/૧/૨૦૨૧ સુધીમાં પેન્ડીગ પ્રકરણોનો લેન્ડ રેકર્ડો દ્વારા અધિકારીઓની બેઠક યોજાઈ નિકાલ કરવા ઝુબેશ કામગીરી હાથ ધરાશે . અમરેલી જીલ્લામાં સીટી સર્વે કચેરીમાં વિશાળ પ્રમાણમાં પ્રકરણો પેન્ડીગ હોવાને લીધે અને રોજ પ્રતિદિન થતી નવી અરજીઓના પરીણામે અમરેલી સીટી સર્વેની કચેરીમા કામનું ભારણ ખૂબ જ વધતા લોકોને વારવાર ધકકા ખાવા પડતા હોવાને લીધે ખૂબ જ અગવડતાઓ પડી રહી છે . અરજદારો દ્વારા વિભિન પ્રકારનો નોધો કે મિલ્કત દાખલ કરવાના કિસ્સામાં કરવામાં આવેલ અરજીઓન સમયસર નિરાકરણ ન થવાને લીધે લોકોને મકાન લોન પણ મળી શકતી નથી . અમરેલી સીટી સર્વે કચેરીમાં આવી ૩ હજાર થી પણ વધુ અરજીઓ પેન્ડીગ હોઈ , લોકો દ્વારા વારવાર રજૂઆતો કરવા છતા પણ પ્રશ્નનો સમયસર નિકાલ ન આવતો હોવાથી આ બાબતે આગેવાનો , કાયૅકરો અને લોકો દ્વારા અમરેલી સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરતા સાસદશ્રી અને પ્રમુખશ્રીએ તાત્કાલીક ઉચ્ચ કક્ષાએ અને જીલ્લા કલેકટર આયુષકુમાર ઓકને અસરકારક રજૂઆત કરતા કલેકટરશ્રીએ ગાધીનગર સેટલમેન્ટ કમિશ્નર ભીમજીયાણી સાથે સકલન કરી આ પ્રશ્નના સત્વરે નિકાલ માટે પરામર્શે કરેલ હતો . જેના અનુસંધાને કલેકટર અને નાયબ નિયામક સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ – ગાધીનગરની જીલ્લા કક્ષાએ સીટી સર્વેના અધિકારીઓ સાથે બેઠક યોજાયેલ હતી . આ બેઠકમાં આગામી તા . ૧૫/૧/૨૦૧૧ સુધીમાં અમરેલી સીટી સર્વે કચેરીમા પેન્ડીગ તમામ પ્રકરણોનો નિકાલ કરવા ઝુબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલ હોવાનું સાસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ છે .

Follow Me:

Related Posts