fbpx
અમરેલી

સાવરકુંડલાના મિતીયાળામાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત

સાવરકુંડલાના મીતીયાળા ગામે રહેતા યુવાન લાલજીભાઇ રામજીભાઇ જજવાડીયા વાવવા રાખેલ વાડીમાં કોઇ અગમય કારણસર ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું રામજીભાઇ જજવાડીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. મુળ ચાંચ બંદર હાલ નાના ભમોદ્રામાં રહેતી સગીરાને મૂળ ચાંચ બંદર હાલ રાજુલા રહેતા કાળુ ધીરૂ ચૌહાણ લલચાવી ફોસલાવી બદઇરાદે ભગાડી ગયાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.મોટા કસ્બાવાડમાં જુગાર રમતા ઇસ્માઇલ સિકંદરખાન પઠાણ, તાલીફ ઉર્ફે જહાંગીર મહમદ પઠાણ, રૂસ્તમ મહેબુબ શેખ, યાકીબ આસીફ, અફજલ અલારખ શેખને હે.કોન્સ. બહાદુરભાઇ વાળાએ રોકડ રૂ.૧૦,ર૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. ફતેપુર રોડ ઉપર બીજ નિગમ પાસે રહેતી મીનાક્ષીબેન મહેબુબભાઇ ભાડુલા ઉ.વ.ર૧ને પતિ સાથે મામાની દિકરી કોમલબેન આવેલ. જેથી પતિને જણાવેલ કે કોમલ કેમ અહીં આવેલ છે જેથી પતિએ કોમલ સાથે તુ શું કામ વાતો કરે છે તેવું જણાવી ઉશ્કેરાઇ વાળ પકડી ઢીકાપાટુનો મારમાર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.ગળકોટડી રોડ ઉપર આવેલા રામદેવપીર મંદિર નજીક ફોરવ્હીલ જી.જે.૦૧ આર.એસ.પ૧૮૪ના ચાલકે પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી લ્યુના મોપેડ જીજે-૦૩-વી-રપ૯પ સાથે અથડાવી નરસિંહભાઇ બાબાભાઇ વામજા ઉ.વ.૭૦ રહે. ગળકોટડીવાળાને ઇજાઓ કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. તાલુકાના સરંભડા ગામે રહેતા વિક્રમ કાળુભાઇ માથાસુળીયા ઉ.વ.ર૩ને કોઇ કામ ધંધો ન કરતા માતાએ કપાસ વિણવા જવાનું જણાવતા. પોતાને લાગી આવતા ગોપાલગ્રામ સીમમાં ઘરેથી નિકળીને ઝેરી દવા પી જતાં નિપજયાનું પિતા કાળુભાઇ માથાસુળીયાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બગસરામાં ટ્રક નં.જી.જે.૩વાય ૭૪૩૩ના ચાલકે પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી કાર નં. જીજેર૭સી ૩૦૧૩ સાથે અથડાવી કારને રૂ.૪૦ હજારનું નુકશાન કર્યાની રસીકભાઇ સેલડીયાએ બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts