fbpx
અમરેલી

લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નો સામાન્ય વહીવટ વિભાગ અધિક સચિવ ને સવાલ અન્ય જિલ્લા માં સંકલન ફરિયાદ સમિતિ ની બેઠકો અને વિધાનસભા લોકસભા સત્ર મળતું હોય ત્યારે અમરેલી જિલ્લામાં સંકલન બેઠક કરવા શુ વાંધો ?

કોવિડ૧૯ના કારણે જિલ્લા અને તાલુકા મથકે મળતી સંકલનની બેઠક અને ફરિયાદ સમિતિની બેઠક ઘણા સમયથી બંધ છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનું નિવારણ તેમજ વિકાસના કામો અટકી પડ્યા છે ત્યારે જિલ્લામાં આવી બેઠકો તુરત શરૂ કરવામાં આવે તેવી જિલ્લા કલેક્ટરને સૂચન કરવામાં આવે તેવા પ્રકારની રજુઆત લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના સામાન્ય વહીવટવિભાગના અધિક સચિવને પત્ર પાઠવી રજુઆત કરેલ છે 
  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે જિલ્લા અને તાલુકા મથકે સંકલન બેઠક અને ફરિયાદ બેઠક નહિ મળવાના કારણે લોકો અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અટકી પડ્યા છે તેઓએ વધુમાં એમ પણ  જણાવ્યું હતું કે રાજ્યના અને જિલ્લા અને તાલુકા મથકે આવા પ્રકારની બેઠકો યોજાઈ રહી છે વળી વિધાનસભા અને લોકસભાનું સત્ર પણ યોજાયું હતું તો પછી અમરેલી જિલ્લામાં પ્રજાના કાર્યો માટે આવી બેઠક બોલાવવા વાંધો શુ છે? તેવો વેધક સવાલ પણ કરવામાં આવ્યો હતો   ત્યારે કોવિડ૧૯ના નિયમો પ્રમાણે અમરેલી જિલ્લામાં તુરંત સંકલન બેઠક અને ફરિયાદ સમિતિની બેઠક શરૂ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અંતમાં વ્યક્ત કરવામાં આવી છે

Follow Me:

Related Posts