fbpx
અમરેલી

‘ભણે ગુજરાત’ના માહોલ ની વાસ્તવિતા /વાવડી રોડ માં ધોરણ 6 અને 7 નું શૈક્ષણિક કાર્ય બંધ થતા બાળકોને ભારે હાલાકી

શૈક્ષણિક ક્ષેત્રે સરકાર મોટા મોટા બણગાં ફૂંકે છે પરંતુ મકર વાસ્તવિકતા કંઇક જુદી જ છે વાવડી રોડ ગામે ગોંડલ સ્ટેટ વખતમાં 1923ની સાલમાં ગોંડલના મહારાજા એ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૭ નું શૈક્ષણિક કાર્ય વર્ષોથી ચાલતું હતું પરંતુ આ સરકારના એક નિર્ણયથી ધોરણ છ અને સાત વાવડી રોડ ગામે થી બંધ કરીને બાજુના તાલાળી ગામે આવેલી શાળામા મર્જ કરેલ છે તો હવે એક બાજુ સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ની વાત કરે છે તો અને એક બાજુ આ પ્રાઇમરી ધોરણો પણ બંધ કરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે તો હવે આવનારા ભવિષ્યનું અને પ્રાથમિક શાળા શિક્ષણનું ભવિષ્ય શું હશે એ વિચારવા લાયક છે

અમરેલી જિલ્લાનું છેવાડાનું કે જ્યાંથી આગળ રાજકોટ જિલ્લાની હદ લાગુ થઈ જાય છે એવું ગામ વાવડી રોડ અહી અભ્યાસ કરતા ધોરણ ૬ અને ૭ બાળકોને અભ્યાસ માટે તાલાળી ની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જવું પડશે જે વાવડી રોડ થી ત્રણ કિલોમીટર જેવું અંતર થાય છે ત્યારે ધોરણ છ અને સાત મા અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓને અભ્યાસ માટે ત્રણ કિલોમીટર દૂર જવું પડશે

આ અંગેની રજૂઆત વાવડી રોડ ના સમગ્ર ગ્રામજનો તેમજ એસએમસીના અધ્યક્ષ વિજયભાઈ ભુવાએ કરી છે

Follow Me:

Related Posts