fbpx
અમરેલી

અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકો દરરોજ નિયત સમયે પાણી વિતરણ કરી શકતા નથી

દિવસ-રાત ગમે તે સમયે પાણી મળતા શહેરીજનો પરેશાન અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકો દરરોજ નિયત સમયે પાણી વિતરણ કરી શકતા નથી છેલ્‍લા 30 વર્ષથી અનિયમિત પાણીની સમસ્‍યાનું નિરાકરણ થતું નથી અમરેલી એ જિલ્‍લાકક્ષાનું મહત્‍વનું શહેર હોવા છતાં પણ પાલિકા ઘ્‍વારા શહેરીજનોને પીવાનાં પાણીનું વિતરણ નિયત સમયે કરવામાં આવતું નથી. છેલ્‍લા 30 વર્ષથી ગમે તે દિવસે અને ગમે તે સમયે પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. ગૃહિણીઓ એવું પણ કહે છે કે, અમરેલીનાં રાજકીય આગેવાનોનો ગાંધીનગરથી લઈને નવી દિલ્‍હી સુધી દબદબો હોય પણ તેનો લાભ શહેરીજનોને મળતો નથી. શહેરમાંગંદકી, રખડતા પશુઓ, અપુરતી સ્‍ટ્રીટલાઈટ, બેફામ ગતિએ દોડતા વાહનો, ટ્રાફિક સહિતની અનેક સમસ્‍યાઓ હોવા છતાં પણ એકપણ કદાવર આગેવાન શહેરીજનોને દરરોજ પરેશાન કરતી સમસ્‍યાનું સમાધાન શોધી શકતા નથી.

Follow Me:

Related Posts