fbpx
અમરેલી

કોરોના કરતા તંત્રનો ડર વધુ, આકરો દંડ વસુલવાનું બંધ કરો વેપાર-ધંધાને માઠી અસર, કુંડલાના ધારાસભ્યની સીએમને રજુઆત

અમરેલી જિલ્લામાં વહીવટી તંત્રના આંકરા દંડથી વેપારીઓ અને લોકો પરેશાન થઈ ગયા છે. અહીં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી અર્થે શહેરમાં આવતા ભય અનુભવે છે. જેના કારણે કોરોના કાળમાં વેપારીઓના ધંધા પર માઠી અસર પહોંચી છે. જિલ્લામાં વેપારીઓ અને નિર્દોષ લોકોને પરેશાન ન કરવા સાવરકુંડલાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.સાવરકુંડલા – લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર કોરોનાને નાથવાના પ્રયાસો કરી રહ્યું છે. અહીં તંત્રની કડક કાર્યવાહીથી બગસરા સંપૂર્ણ બંધ રહ્યું હતું. જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા સહિતના શહેરમાં વેપારીઓ વહીવટી તંત્રની કામગીરીથી પરેશાન છે.

પોલીસ અને વહીવટી તંત્રના દંડના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરીમાં આવતા ભય અનુભવે છે.જેના કારણે વેપારીઓના ધંધા પર માઠી અસર પહોંચી છે. હાલ વેપારીઓ તંત્રના ત્રાસના કારણે દુકાને આવતા બંધ થઈ ગયા છે. વહીવટી તંત્ર ગમે ત્યારે શહેરની બજારોમાં નીકળી પડે છે. લોકો કોરોનાથી નહી પણ વહીવટીતંત્ર ત્રાસના કારણે સતત ભયમાં રહે છે. ત્યારે તાત્કાલિક અમરેલી જિલ્લામાં પ્રજા પર આ જુલમ ઓછો કરવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.

Follow Me:

Related Posts