fbpx
અમરેલી

લીલિયા યુવક પાસેથી ઊંચું વ્યાજ વસૂલી રહેણાંક પ્લોટનો બાનાખત કરાવ્યો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલી જિલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ફૂલીફાલી રહ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી અને પરિવારો વેરવિખેર બની ગયા છે. ત્યારે લીલીયામાં એક વ્યાજખોરે યુવક પાસેથી ઊંચું વ્યાજ વસૂલી રહેણાક પ્લોટનો બાનાખત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયામાં રહેતા અને બાંધકામ નો ધંધો કરતા સંજયભાઈ નાથાભાઈ વંડ્રા નામના યુવકે લીલીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે વર્ષ 2018માં આર્થિક ભીંસમાં હોય તેણે અહીં રહેતા વિજય વિહાભાઇ ડેર નામના શખ્સ પાસેથી રૂપિયા એક લાખ 6 ટકાના વ્યાજે લીધા હતા.

તેણે બાહેધરી માટે રહેણાંક પ્લોટનો બાનાખત કરાવી લીધો હતો. આ શખ્સે બળજબરીથી વ્યાજનું વ્યાજ રૂપિયા 2.60 લાખ માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં યુવકે રહેણાંક પ્લોટ વેચી તેને નાણાં ચૂકવી દીધા હતા જો કે તેમ છતાં આ શકશે બાનાખત કરાવવાના રૂપિયા 7000 આપવા પણ દબાણ કર્યું હતું. બનાવની વધુ તપાસ પીએસઆઇ ચાવડા ચલાવી રહ્યા છે

Follow Me:

Related Posts