fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારાજિલ્લાભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના”મન કી બાત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ નાની કુંકાવાવ બુથ નં-૬૮ ખાતે “મન કી બાત” કાર્યક્રમમાં હાજરી આપી હતી સહકારી આગેવાન NCUI ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને અમરેલી શહેર ભાજપના પદાધિકારીઓએ ભોજલપરામા તેમજ સાંસદ નારણભાઈ કાછડીયા અને કાર્યકર્તાઓએ લીલીયા તાલુકાના કુંતાણા ગામમાં “મન કી બાત” કાર્યક્રમમાં હાજરી આપી હતી

ધારી વિધાનસભા ના ધારાસભ્ય જેવી કાકડિયા ધારી શહેર ખાતે,
અમરેલી જિલ્લા પૂર્વ પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર સાથે સાવરકુંડલા શહેરમાં “મન કી બાત” કાર્યક્રમમાં હાજરી આપી હતી

દર મહિના છેલ્લા રવિવારે દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી “મન કી બાત” કાર્યક્રમ ના માધ્યમથી ભારતના કરોડો લોકો સાથે સંવાદ કરે છે. આ કાર્યક્રમમાં ભારતની ગરિમા, ગૌરવ અને એવા વ્યક્તિત્વની વાત કરે છે જે આપણને સૌને પ્રેરણા આપે છે. ગત રવિવારે જિલ્લા ભાજપ દ્વારા દરેક મંડળ પર મન કી બાત કાર્યક્રમ નો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
જુદા જુદા મંડલો પર આયોજિત કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. એવી જ રીતે સાંસદ નારણભાઈ કાછડીયાએ લીલીયા તાલુકાના કુંતાણ ગામમાં કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી અને અમરેલી શહેર ભાજપના પદાધિકારીઓએ અમરેલીના ભોજલપરામ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. ધારી વિધાનસભા ના ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારી તાલુકા ભાજપ પરિવારે ધારી તાલુકામાં મન કી બાતના કાર્યક્રમ માં હાજરી આપી હતી. અમરેલી જિલ્લા પૂર્વ પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર સાવરકુંડલા શહેરમાં ” મન કી બાત ” કાર્યક્રમ માહાજરી આપી હતી. પુર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડે બાબરા તાલુકામાં ” મન કી બાત ” કાર્યક્રમમાં હાજરી આપી હતી અમર ડેરીના ચેરમેન સાવલિયા એ જુના ઝાંઝરીયા ગામે મન કી બાતના કાર્યક્રમમાં હાજરી આપી હતી સાથોસાથ બાબરા શહેરમાં પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા દામનગર શહેરમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઈ ડેર ધારી તાલુકામાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા ખાંભા તાલુકામાં પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ સુખડીયા સાવરકુંડલા તાલુકામાં જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજુલા શહેરમાં જિલ્લા ભાજપ મહામંત્રી આપણે રવુભાઈ ખુમાણ લાઠી તાલુકામાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી તેમજ જાફરાબાદ શહેરમાં ચેતનભાઇ શિયાળે ” મન કી બાત ” કાર્યક્રમમાં હાજરી આપી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ” મન કી બાત ” કાર્યક્રમના માધ્યમથી આપણને રાષ્ટ્ર માટે સેવા કરવાની પ્રેરણા મળે છે. આ કાર્યક્રમમાં એવા વિષયો પર પ્રધાનમંત્રી વાત કરે છે જે જાણીને આપણને કંઇક નવું કરવા માટે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવાની હિંમત મળે છે. સાથે સાથે અમરેલી જિલ્લાના દરેક મંડળ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા” મનકી બાત કાર્યક્રમમાં ભાગ લીધેલ.

Follow Me:

Related Posts