fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 18 કેસઃ કુલ 3131 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા સામે 20 કેસો ડિસ્ચાર્જ. સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી.

આજે 18 પોઝટિવ કેસ નોંધાયા 20 ડિસ્ચાર્જ માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અત્યારે માસ્ક જ વેકસીન છે. અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવાને કારણે લોકો માસ્ક પહેરીને બહાર નીકળે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અચૂક કરી ગંભીરતા દર્શાવે.

અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર છે કે સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી છે. આજ તા.30 નવેમ્બર ના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 176 દર્દીઓ છે. આજે 20 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 35 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3131 પર પહોંચી છે.

Follow Me:

Related Posts