fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા રૂપાલા, સંઘાણી, કાછડીયા અને વેકરીયા સહિત ભાજપ નેતાઓએ પેજ પ્રમુખ બની પેજ સમિતિ બનાવી

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા પેજ સમિતિ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે ૨૦૨૨ની વિધાનસભામાં ૧૮૨માથી ૧૮૨ બેઠક જીતવાનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને સાકર કરવા માઇક્રો મેનેજમેન્ટનાભાગરૂપે પેજ સમિતિ બનાવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ પેજ સમિતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએઅમરેલી વિધાનસભા વિસ્તારના ઈશ્વરીયા ગામના બુથ નં. 167ના પેજ નં. 31ના પેજ પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી પેજ કમિટીનીરચના પૂર્ણ કરી જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયાને સુપ્રત કર્યું હતું. એવી જ રીતે એન.સી.યું.આઇના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએઅમરેલી તાલુકાના માળીલા ગામના બુથ નં. 294ના પેઇઝ નં. 01ના પેજ પ્રમુખ બની સમિતિ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ શ્રીનારણભાઈ કાછડીયાએ 97-સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના બુથ નં. 132ના પેજ નં. 12ના પેજ પ્રમુખ તરીકે પેજ કમીટીની રચનાકરી જિલ્લા ભાજપ પ્રમુખને સુપ્રત કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ પણ અમરેલી તાલુકાના દેવરાજીયા ગામના બુથ નં. 279ના પેજ નં. 27ના પેજ પ્રમુખતરીકે પેજ સમિતિ બનાવી તાલુકા પ્રમુખ ઘનશ્યામ ત્રાપસીયાને સુપ્રત કર્યુ હતું. કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ની પ્રેરણાથી આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેનું અભિયાન છે. પેજ સમિતિના માધ્યમથી દરેક ગામનાછેવાડાના જરુરીયાતમન્દ માનવિ સુધી પંહોચિ શકીશું અને સરકારી યોજનાઓ નો વધુને વધુલાભ તેમને મળે એવા અમારા પ્રયત્ન રહેશે.

Follow Me:

Related Posts