વડીયામાં રાત્રીનાં સમયે એસ.ટી. બસ ખોટકાતા મુસાફરો પરેશાન

રાજકોટ વડીયા જૂનાગઢ રૂટની એસટી બસની બ્રેક ફેઈલ થતાં મોટી જાનહાની ટળી. વડીયાથી જૂનાગઢ જતી એસટી બસ વડીયા શહેરની મઘ્યમાં આવેલ ગાયત્રી ચોક ખાતે બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી હતી. આ બસમાં લેડીઝ કંડકટર હોવાથી તેને લેવા માટે જૂનાગઢથી પ્રાઈવેટ ફોરવ્હીલને બોલાવેલ. ઉલ્લેખનીય છે કે આ જેતપુર એસટી ડેપોની બસ હોવાથી જેતપુરથી સ્પેશ્યલ કારીગર સાથે ગુડજ કેરીયરને બોલાવવામાં આવેલ. જોકે હવે જોવાનું એ રહયું કે જેતપુરથી કારીગર કયારે આવે છે ?
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments