આવતીકાલ તા .૮ / ૧૨ / ૨૦૨૦ નાંરોજ કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલતા ખેડૂત આંદોલન અન્વયે ભારતબંધનાં આપેલ એલાન અનુસંધાને અમરેલી માર્કેટયાર્ડ બંધ રેહશે
માર્કેટયાર્ડ અમરેલીનાં કમિશન એજન્ટ અને વેપારીઓ જાહેર હરરાજીથી અલિપ્ત રહેવાના હોય માત્ર હરરાજીનું કામકાજ બંધ રહેશે . માર્કેટયાર્ડ અમરેલીની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલ તા .૮ / ૧૨ / ૨૦૨૦ નાંરોજ કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલતા ખેડૂત આંદોલન અન્વયે ભારતબંધનાં આપેલ એલાન અનુસંધાને બજાર સમિતિ અમરેલીનાં કમિશન એજન્ટ ભાઈઓ અને વેપારીભાઈઓએ કરેલ લેખિત રજુઆત મુજબ માર્કેટયાર્ડમાં હરરાજીની કામગીરીથી અલિપ્ત રહેવાના હોય બજાર સમિતિ અમરેલીમાં માત્ર હરરાજીની કામગીરીજ બંધ રહેશે બાકી અન્ય કામગીરી અને શાકભાજી વિભાગની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે . તેમ માર્કેટયાર્ડનાં સેક્રેટરીશ્રીએ અખબાર યાદીમાં જણાવેલ છે .
Recent Comments