fbpx
અમરેલી

અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અશોકકુમાર યાદવ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓ દ્રારા ગૂમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા અંગેની તા.૨૬/૧૧/૨૦૨૦ થી તા.૨૬/૧૨/૨૦૨૦સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે,      

 અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી જીલ્લામાં ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ. ડી.એ.તુવર ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા ભાવિનગીરી ગૌસ્વામી નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે વડીયા પો.સ્ટે. ભાગ-A ૦૦૭૨૫/૨૦૨૦ કલમ. ૩૬૩, ૩૬૬ તથા પોકસો ૧૮ વિ. મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપીને ભોગબનનાર સાથે દેવભૂમી દ્રારકા જીલ્લાના જામ-ખંભાળીયા ગામેથી શોધી કાઢેલ.

️ પકડાયેલ આરોપીઃ-
વિશાલભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો- મજુરી રહે.મૂળગામ-સાજીયાદવર તા.જી.અમરેલી હાલ રહે- અમરેલી આંબેડકરનગર લીલીયા બાયપાસ ચોકડી તા.જી.અમરેલી વાળો તા.૧૩/૧૨/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા વડીયા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

 આમ, નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ. ડી.એ.તુવર તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે દેવભૂમી દ્રારકા જીલ્લાના જામ-ખંભાળીયા ગામેથી શોધી કાઢેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/