રાજય સરકાર તરફથી અમરેલી સસદીય વિસ્તાર હેઠળ આવતા મહુવા વિધાનસભામાં ‘ MGSY ‘ હેઠળ માઈનોર બ્રીઝ અને કોઝવેના કામ માટે રૂા . ૧૪૦ લાખ જેવી માતબર રકમને મજુરી
સાસદએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સહદય આભાર વ્યકત કર્યો ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી – વ – માર્ગો અને મકાન મત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતગૅત અમરેલી સસદીય વિસ્તારના મહુવા વિધાનસભા હેઠળ આવતા ચુના – છાપરી ગ્રામ્ય રોડ ઉપર માઈનોર બ્રીજ ( ૫ ગાળા ૬ મી . ) માટે રૂા . ૭૦ લાખ અને લોયગા – ભગુડા ( નોન પ્લાન ) રોડ ઉપર વેન્ટેડ કોઝ – વે માટે રૂા . ૭૦ લાખ એમ કુલ રૂા . ૧૪૦ લાખ જેવી માતબર રકમ મજુર કરવા બદલ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન . મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કરેલ છે .
Recent Comments