fbpx
અમરેલી

કૃષિ સુધાર બીલ અગે ખોટા જુઠાણા ફેલાવતા વિરોધ પક્ષના નેતાઓને અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાનો સણસણતો જવાબ

તા . ૨૫ ડીસેમ્બરના રોજ સુશાસન દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂા . ટ્રન્સફર કરશે ખેડૂત પોતાનો માલ દેશના કોઈપણ ખૂણે વેચી વધુ નફો રાજયોમા કાયૅરત એપીએમસી અને ટેકાના ભાવે ખરીદીની મેળવી શકશે . વ્યવસ્થા પણ ચાલુ જ રહેશે – સાંસદ એક તરફ વિરોધપક્ષ ખેડૂતોને ભરમાવી આદોલન ચલાવી રહયા છે ત્યારે આગામી તા . ૨૫ ડીસેમ્બરના રોજ શ્રદ્ધેય સ્વ . અટલ બિહારી વાજપાઈજીની જયતિ એટલે કે , સુશાસન દિવસ નીમિતે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ૯ કરોડ ખેડૂત પરીવારોના ખાતામાં એક સાથે રૂા . ૧૮ હજાર કરોડ જેવી માતબર જમા કરાવવાના છે ત્યારે મોદી સરકાર તરફથી લોકસભા ગૃહમાં પારિત કરવામાં આવેલ કૃષિ સુધાર બીલ અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે , દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્યને ચરિતાર્થે કરવાની દિશામાં કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકાર તરફથી અનેક કૃષિ / ખેડૂત હિત લક્ષી યોજનાઓ અને નિ ë યો અમલમાં લાવેલ છે . મોદી સરકારના કૃષિ સુધાર બીલ ખેડૂતો માટે ક્રાંતિકારી સાબીત થશે અને ખેડૂતો પોતાનો માલ પોતાની મરજી મુજબ વેચી શકશે એટલે કે વચેટીયા નાબૂદ થશે અને તેનો સીધો જ આર્થિક ફાયદો ખેડૂતોને થશે . ખેડૂત પોતાનું ઉત્પાદન દેશના કોઈપણ ખૂણે વેચી શકશે અને તે પણ વગર વચેટીયાએ વેચી શકશે . દેશમાં ૮૬ ટકા ૨ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો છે આ બીલથી તેઓને સીધો જ ફાયદો થશે . સાસદએ વધુમાં જણાવેલ છે કે , વિપક્ષોને વચેટીયા જતા રહે , ખેડૂતોને અર્થિક લાભ થાય તે ઈચ્છી રહયા નથી . જેથી મોદી સરકાર દ્વારા કરવામા આવતા ખેડૂત હિત લક્ષી કાયૉમા રોડા નાખવાનું કામ વિપક્ષ કરી રહ્યો છે . ૨૦૦૪ મા બનાવવામાં આવેલ ” સ્વામિનાથન આયોગ ” ના અહેવાલમા દશૉવેલ સુચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશના ખેડુત સંગઠનો અને ખેડુતો કરી રહયા હતા .૧૦ વર્ષો સુધી કોગ્રેસની સરકારે આ અગે કાઈ જ ના કર્યું અને આજે વિપક્ષ ખેડુતોને ભરમાવી રહી છે .અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કૃષિ સુધાર બીલ અગે વધુમાં જણાવેલ છે કે , રાજયોની એ.પી.એમ.સી. પહેલાની જેમ જ કામ કરતી રહેશે , તે સિવાય ખેડૂતોને પોતાનો પાક દેશભરમાં કયાય પણ વેચવાની સ્વતંત્રતા હશે . યુ.પી.એ. સરકારે કરાર આધારિત ખેતીને પ્રોત્સાહન આપ્યું અને ઘણા રાજયોને તે લાગુ કરવા રાજી કર્યો હતા . જયારે આ બીલ થી કરાર માત્ર ઉપજ પર જ લાગુ થશે , જમીન પર નહી . જમીન પર ખેડૂતનો જ અધિકાર રહશે . કૃષિ સંબંધિત વિધેયકમા ખેડૂતને પુરતી સુરક્ષા અપાઈ છે . ખેડૂતોની જમીનનુ વેચાણ , ભાડે આપવી , ગીરો મુકવા પર સપૂર્વે પ્રતિબંધ છે અને કોઈપણ જાતની રીકવરીમાં ખેડૂતોની જમીનનું રક્ષણ સુનિશ્ચિત કરાયું છે . ઉપરાત નિર્ધારીત સમયમાં સમસ્યાના નિવારણ માટે અસરકારક વિવાદ સમાધાન માળખુ પણ તૈયાર કરાય છે . આ બીલ ટેકાના ભાવને જરા પણ પ્રભાવીત નથી કરતુ . ખેડૂતોને વધુ સારા ભાવ મળે તે માટે એપીએમસી બહાર વધારાની વ્યાપારીક તકો ઉભી કરાવાઈ રહી છે . ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા ચાલુ હતી , ચાલુ છે અને રહેશે . ખેડૂતો ખાદ્ય ઉત્પાદક કંપનીઓ સાથે પોતાના પાક માટે સીધો જ કરાર કરી શકશે . ખરીદનાર પર પાકના સારા ઉત્પાદન માટે જરૂરી સાધન – સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રહેશે અને ખરીદનારે યોગ્ય કૃષિ મશીનરી અને ઉપકરણોની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ જરૂરી ટેકનીકલ માગૅદશૈન અને સલાહ પણ ઉપલબ્ધ કરાવવી પડશે . સાસદએ કોગ્રેસ શાસનમાં ખેડૂતોના થયેલ શોષણ વિશે વાત કરતા જણાવેલ હતું કે , કોગ્રેસના શાસનમાં વ્યાજ ૧૮ ટકા હતું જે આજે મોદી સરકારે ૩ લાખ રૂા . સુધી ૦ ટકા કરી આપ્યું છે . કોગ્રેસના શાસનમાં ખેડૂતોને બાજરાની લેવી દેવી પડતી હતી , બાજરો ન પાકેલ હોય તો પણ ખેડૂતોએ માર્કેટ માથી લઈ લેવી ભરતા હતા અને કોગ્રેસના શાસનમાં ગાધીનગર ખાતે તા .૧૯ / ૩ / ૧૯૮૭ ના રોજ ખેડૂતો ઉપર થયેલ ગોળીબાર હજુ સુધી ખેડૂતો ભુલ્યા નથી . વર્ષે ૨૦૧૩/૧૪ મા કૃષિ બજેટ ૨૧,૯૩૩ કરોડ રૂા . હતુ જયારે આજે કૃષિ બજેટ ૧,૩૪,૩૯૯ કરોડ છે . કોગ્રેસના તત્કાલીન વડાપ્રધાન સ્વ . રાજીવ ગાંધીએ પણ ખુદ કબુલ કરેલ હતું કે , હું કેન્દ્ર માથી એક રૂપીયો મોકલું જે ગામડે પહોચતા ૧૫ પૈસા થઈ જાય છે . જેની સામે નરેન્દ્રભાઈના શાસનમાં ૩૧ કરોડ લોકોના જન ધન યોજના અતગૅત ખાતા ખોલી સહાય / રાહતના તમામ નાણા સીધા જ લોકોના ખાતામા નાખેલ છે જેનાથી વચેટીયા નાબુદ થયા છે . ઉપરાત પીએમ કિસાન સન્માન નીધિ યોજના અંતગૅત ૯ કરોડ ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬000 રૂા . આપવાનું કાર્યો મોદી સરકાર કરી રહી છે . અત્યાર સુધીમાં અદાજિત ૯૫ હજાર કરોડ રૂા . ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવેલ છે . લોકડાઉનના સમયમાં પણ ૨૦૦૦ રૂ . ના હપ્તાનો સમય ન થયેલ હોવા છતા નરેન્દ્રભાઈની સરકારે રૂ .૧૮ હજાર કરોડ રૂ . ફકત બે દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દીધેલ હતા . મોદી સરકારે શપથ ગ્રહણ કરતાની સાથે જ પ્રથમ તબકકામાં સ્વામીનાથન કમીટીએ નકકી કરેલ ન્યૂનતમ સપોટૅ પ્રાઈઝ ( MSP ) કરતા ૧૫૦ ટકા વધુ અને બીજા તબકકામા ૨૦૦ ટકા વધારો કરેલ છે તથા ખેડૂતોની જમીનનું સમયાતરે પરીક્ષણ થાય અને વધુ ઉપજ ઉત્પન્ન થાય તે હેતુથી દેશના ૨૨.૪૧ કરોડ ખેડૂતોને સોયેલ હેલ્થ કાડૅ એનાયત કરવામા આવેલ છે .૮ કી.મી.નો કાયદો હોઈ , ટ્રેકટરનુ ગાડુ હોય , કૃષિ રથ હોઈ , નમૅદા ડેમના દરવાજા ચડાવવા અંગેની મજુરી હોઈ , નીમ કોટેડ યુરીયા હોઈ , કૃષિ સિંચાઈ યોજના હોઈ , મરજીયાત પ્રીમીયમ હોઈ , ટ્રેકટરની સબસીડી હોઈ , ખેડૂતોને પાક સગ્રહ માટે ગોડાઉન બનાવવા હોઈ , પાક રક્ષણ માટે તારફેસીગ હોઈ , અતિવૃષ્ટિમા સહાય હોઈ , સૌની યોજના હોઈ , કિસાન સુયોદય યોજના હોઈ , કિસાન પથ યોજના , જૈવીક ખેતીને પ્રાધાન્ય હોઈ કે પછી પીએમ ફસલ વીમા યોજના હોઈ આવી તમામ ખેડૂત હિતલક્ષી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આગળ વધી રહી છે . માન . નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભ્રષ્ટાચાર મુકત હોવાને લીધે વિરોધ પક્ષને આખમા ખુચી રહયું છે અને તેઓ ફકત ખેડૂતોના મુદે પોતાના રાજનીતીક રોટલા શેકી રહી છે . આમ , કૃષિ સુધાર બીલ થી દેશના કોઈપણ ખેડૂતોને નયા ભાર પણ નુકશાન થાય તેમ નથી . તેથી વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલ આવી ખોટી ભ્રામક વાતોમા ન આવવા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સૌ ખેડૂત મિત્રોને નમ્ર અપીલ કરેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/