fbpx
અમરેલી

કિસાન પરીવહન યોજનાનો લાભ લેવા i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુઝ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડુતોને નાણાકીય સહાય મળવાપાત્ર છે.

ખેતીવાડી ખાતા દ્વારા એપેનલ્ડ કરેલ મીડીયમ સાઇઝના ગુઝ કેરેઝ વાહન (ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહનો ખરીદવા માટે નાના સિમાંતામહિલા/અનુ.જાતિ/અનુ.જન જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય અન્ય ખેડુતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે i-khedut પોર્ટલ ઉપર આગામી ૩૧/૦૧/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ખેડુતોએ www.ikhedut gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રીન્ટ સાથે જરૂરી સાધનિક કાગળ જેમ કે ૭-૧૨,૮-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સહીત અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે. આ અંગે વધુ વિગત i-khedut પોર્ટલ ઉપર જોઇ શકાશે અથવા ગ્રામસેવક કે તાલુકા ખેતીવાડી કચેરી સંપર્ક કરવણો રહેશે. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતો આ યોજનાનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/