fbpx
અમરેલી

અમરેલીનાં સરદાર સર્કલે ભર બપોરે સરાજાહેર હવામાં ફાયરીંગ : આરોપીની રીવોલ્‍વર સાથે અટકાયત

રાજકોટના સરધાર નજીકનાં ભંગડા ગામનાં યુવકે બપોરનાં સમયે બહાદુરી દર્શાવી અમરેલીનાં સરદાર સર્કલે ભર બપોરે સરાજાહેર હવામાં ફાયરીંગ આરોપી હવામાં ફાયરીંગ કરીને બોલેરો જીપમાં બાબરા તરફ ગયાનું જણાતા અલગ-અલગ ટીમો પાછળ દોડી ચિતલ-બાબરા વચ્‍ચે ભીલડી પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવીને આરોપીની રીવોલ્‍વર સાથે અટકાયત સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપની ટીમે સેન્‍ટર પોઈન્‍ટનાં સીસીટીવી કેમેરાનાં કુટેઝનાં આધારે આરોપીની અટકાયત કરી અમરેલી જિલ્‍લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ધાકથી જિલ્‍લાના અસામાજિક તત્‍વો ભોંભીતર થયા છે. જિલ્‍લામાં વર્ષો બાદ કાયદો અને વ્‍યવસ્‍થાની મજબૂત સ્‍થિતિ બની છે. તેવા જ સમયે અમરેલીના સરદાર સર્કલે બપોરના સમયે હવામાં ફાયરીંગની ઘટના બનતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીની અટકાયત કરી લીધી હતી. વિગત એવા પ્રકારની છે કે અમરેલીના સરદાર સર્કલે એક શખ્‍સ કાળા કાચવાળી બોલેરો ગાડી લઈ આવી ગાડીમાંથી નીચે ઉતરી તેની પાસે રહેલ રીવોલ્‍વર જેવા હથિયાર વડે હવામાં ફાયરીંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન તળે એસઓજીના પીએસઆઈ એમ.એ. મોરી અને તેની ટીમે સેન્‍ટર પોઈન્‍ટના સીસીટીવી ફુટેજનાઆધારે આરોપી બાબરા તરફ ગયાનું જણાતા તુરત જ તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં ચિતલ- બાબરા વચ્‍ચે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવીને આરોપી જયવીરભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.43) રહે. જાંગડા (સરધાર)ની આર્મ્‍સ એકટ હેઠળ એક રીવોલ્‍વર, જીવતા કાર્ટીસ નંગ-ર તથા હવામાં કરેલ ફાયરીંગનું ખાલી કેચીસ અને બોલેરો કાર નં. જી.જે. 03 એલ.બી. 4પ4પ મળી કુલ રૂપિયા 7.7પ લાખના મુદામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ અર્થે સીટી પોલીસને સોંપી દેવામાં આવેલ છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/