fbpx
અમરેલી

બાબરા ખંભાળા રાજ્ય ધોરીમાર્ગ ને પાળીયાદ સુધી લંબાવો લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી પાળીયાદ સુધી રસ્તો બનતા અમરેલીની જિલ્લાની જનતાને અમદાવાદ ને ગાંધીનગર સુધી ટૂંકો રસ્તો મળી શકે ધારાસભ્ય ઠુંમર

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી અમરેલી પાળીયાદ નો રસ્તો રસ્તો બનાવવા રજુઆત કરેલ છે.  તેઓએ પત્રમાં જણાવ્યું છે કે અમરેલી પાળીયાદ નો રસ્તો તેમાં ખૂટતી કદી જોડવાથી આ રસ્તો અમરેલી અને જસદણની પંથકની જનતાને અમદાવાદ ને ગાંધીનગર સુધી જવા માટે ખુબજ ટૂંકો અને ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.  તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાને જોડતો ટૂંકા માં ટૂંકો રસ્તો બાબરા – ખંભાળા રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે)બનેલ છે જે ખંભાળાથી જસદણ તાલુકાના ગઢાળા અને ભડલી અને સુરખા થી પાળીયાદ સુધી જોડવા માટે ખુબજ ઓછા કિલોમીટરનો રસ્તો બનાવવાની જરૂરિયાત છે જો આ રસ્તો બનાવવામાં આવે તો અમરેલી જિલ્લાને જોડતો અમદાવાદ અને ગાંધીનગર સુધી નો ટૂંકો રસ્તો મળી શકે તેમ છે   ત્યારે જિલ્લાની જનતાની હિતાર્થ ત્વરિત યોગ્ય કરવા ધારાસભ્ય ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં અરજ કરવામાં આવી છે

Follow Me:

Related Posts