fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાંથી 313 શરાબીઓ ઝડપાયા

નવા વર્ષની ઉજવણી પોલીસ લોકઅપમાં કરવી પડી 31 ડિસેમ્‍બરની રાત એટલે શરાબનાં શોખીનો માટે ઝુમ બરાબર ઝુમ થવાની ઉત્તમ ઘડી પોલીસ વિભાગ શરાબીઓની તમામ દેખરેખ પર નજર રાખતો હોય અનેક ઝડપાઈ ગયા જુદા-જુદા પોલીસ સ્‍ટેશનમાં 364 કેસો કરવામાં આવતાં શરાબીઓમાં ફફડાટ અમરેલી જિલ્‍લામાં નવા વર્ષનાં આગમન નિમિત્તે શરાબીઓ 31 ડિસેમ્‍બરનાં દિવસે સમી સાંજથી દારૂની બોટલો શોધતા કે હેરફેર કરતાં હોય છે અને પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને શરાબીઓની નબળાઈની પુરેપુરી જાણકારી હોય ઠેકઠેકાણે બંદોબસ્‍ત ગોઠવી દેવતાં મોટી સંખ્‍યામાં શરાબીઓ પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા. અમરેલી જિલ્‍લા પોલીસ ઘ્‍વારા સદરહું ડ્રાઈવ દરમ્‍યાન કુલ 364 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી 313 દારૂ પીધેલ વ્‍યકિતઓ પકડવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના પ કેસ કરવામાં આવેલ છેતથા દેશી દારૂના કબ્‍જાના 4પ તથા દારૂ બનાવવા માટેના આથાનો 1 કેસ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્‍લા પોલીસ ઘ્‍વારા સદરહું ડ્રાઈવ દરમ્‍યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-પ9 કિંમત રૂા. 18,ર60 તથા દેશી દારૂ લીટર 9ર કિંમત રૂા. 1,840 તથા દારૂ બનાવવાનો આથો લીટર 7પ કિંમત રૂા. 1પ0 તથા મોબાઈલ ફોન-1 કિંમત રૂા. 3,000 તથા અલ્‍ટો ફોર વ્‍હીલ કાર કિંમત રૂા. 7પ,000 મળી કુલ કિંમત રૂપિયા 98,રપ0નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે. સદરહું ડ્રાઈવ દરમ્‍યાન દારૂનું સેવન/વેચનાર/વહનની પ્રોહિબીશન પ્રવૃત્તિ કરતા કુલ 3પ9 ઈસમોને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/