fbpx
અમરેલી

અમરેલીમાં શ્રીરામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિધિ સમર્પણ સમિતિ દ્વારા સંત સંમેલનયોજાયું

પૂ. નિત્‍યશુઘ્‍ધાનંદ સરસસ્‍વતીજીની ઉપસ્‍થિતિમાં પૂ. નિત્‍યશુઘ્‍ધાનંદ સરસસ્‍વતીજીની ઉપસ્‍થિતિમાં હિન્‍દુ સમાજ વર્ષોથી જેની પ્રતિક્ષા કરી રહયો હતો તે રામજન્‍મભૂમિ અયોઘ્‍યા ખાતે ભવ્‍ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહયું છે ત્‍યારે શ્રીરામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિધી સમપર્ણ સમિતિ દ્વારા અમરેલીના આર્ષ અઘ્‍યયન કેન્‍દ્ર ખાતે પૂજય નિત્‍યશુઘ્‍ધાનંદ સરસ્‍વતીજીની અઘ્‍યક્ષતામાં તા. 31/1ર/ર0ર0 રોજ એક સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંત સંમેલનમાં મુકેશગીરીબાપુ (પાલીતાણા), વિવેક સ્‍વામી (બગસરા), લક્ષ્મણગીરી બાપુ (લાલકા, બાબરા), બાલકૃષ્‍ણ સ્‍વામી (ગુરૂકુળ, અમરેલી), હરિચરણ સ્‍વામી (સ્‍વામિનારાયણ મંદિર, ચિતલ), ભરતનાથ બાપુ, નિર્જવાનંદ સ્‍વામી, હસુબાપુ ગોસ્‍વામી, સ્‍વામિનારાયણ મંદિર (પાણી દરવાજા, અમરેલી)ના સંતો હાજર રહયા હતા. તમામ સંતોએ સંમેલનમાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ કરવા માટે હિન્‍દુ સમાજને આહ્‌વાન કર્યુ હતુ. દરેક હિન્‍દુ ઘરમાંથી રામમંદિર માટે યથાયોગ્‍ય સહકાર મળે તે માટે આહવાન કરવામાં આવ્‍યુ હતું. શ્રીરામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિધી સમર્પણ સમિતિના અઘ્‍યક્ષ હસુભાઇ દુધાતે ઉપસ્‍થિત સર્વે સંતોનું સ્‍વાગત કર્યુ હતુ. આ સંમેલનમાં ભાનુભાઇ કિકાણી (અઘ્‍યક્ષ વીએચપી), ભરતભાઇ રાદડીયા (જિલ્‍લા કાર્યવાહ, આરએસએસ અમરેલી),ભીખુભાઇ જોષી, બાબુલભાઈ ત્રિવેદી વિગેરે કાર્યકર્તા હાજર રહયા હતા. સંમેલનનું સંચાલન કમલેશભાઇએ કર્યુ હતુ. સમગ્ર દેશમાં આ અભિયાન તા. 1પ/1/ર1 થી ર7/ર/ર1 સુધી ચાલવાનું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/