fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપો

અમરેલી જિલ્‍લાની માયકાંગલી નેતાગીરીનાં પાપે જિલ્‍લાની જનતાને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા મળતી નથી રેલ્‍વેનાં અભાવથી જિલ્‍લામાંથી દર વર્ષે અનેક પરિવારો મહાનગરો તરફ જવા મજબુર બની રહૃાા હોય એકપણ રાજકીય આગેવાન દિલ્‍હી દરબારમાં બ્રોડગેજ રેલ્‍વે માટે રેલ્‍વે મંત્રીને ઉગ્ર રજૂઆત કરી શકતા નથી.

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે મહાકાય ઉદ્યોગોનું ક્રમશઃ સ્‍થાપન થતાં માલગાડી 1પ વર્ષ પહેલા શરૂ થઈ છે. બાદમાં મુસાફર ટ્રેન શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહૃાા છે. સૌરાષ્‍ટ્રમાં એકમાત્ર અમરેલી શહેર જિલ્‍લા મથક હોવા છતાં પણ બ્રોડગેજ રેલ્‍વેથી વંચિત જોવા મળે છે. બાબરા, લાઠી, દામનગર, અમરેલી, કુંકાવાવ, ધારી, બગસરા, ચલાલા, ખાંભાને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આઝાદીના 73 વર્ષ બાદ મળતી નથી.

એક તરફ રાજકીય પક્ષો અને આગેવાનો દેશની જનતાને બુલેટ ટ્રેનનાં સપના દેખાડી રહી છે અને બીજી તરફ બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવામાં ઉણા ઉતરી રહૃાાં છે.

ઔદ્યોગિક વિકાસથીધમધમતા રાજુલા શહેરથી 1પ કિ.મી. દૂરથી બ્રોડગેજ લાઈન પસાર થઈ રહી છે પરંતુ શહેરને બ્રોડગેજ સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહૃાા છે. સમગ્ર પંથકની જનતાની “કૂવા કાંઠે તરસ્‍યા” જેવી હાલત થઈ ચુકી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, પિપાવાવ પોર્ટ સુધી માલગાડીની વ્‍યવસ્‍થા કરવા માટે વર્ષોથી ચાલતી મીટરગેજ રેલ્‍વેને પણ બંધ કરી દેવામાં આવી છે. જિલ્‍લાનાં રાજકીય આગેવાનોએ જનતાને બ્રોડગેજની સુવિધા આપવા માટે હંમેશા ઉદાસીનતા જ દાખવી છે. જિલ્‍લાનાં રાજકીય આગેવાનો વર્ષોથી રેલ્‍વે મંત્રીને પત્ર પાઠવીને સંતોષ માની રહૃાાં છે.

બ્રોડગેજ રેલ્‍વે લાઈનનાં અભાવથી જિલ્‍લાનાં વિકાસમાં અનેક અવરોધ આવી રહૃાા છે પરંતુ સ્‍વવિકાસમાં રચ્‍યાપચ્‍યા રહેતા નેતાઓને જિલ્‍લાનો કે જિલ્‍લાની જનતાનો વિકાસ થાય તેમાં જરાપણ રશ હોય તેવું દેખાતું નથી.

હવે તો જિલ્‍લાની જનતા જાગૃત બનીને તેમના ધારાસભ્‍યો કે સાંસદને ફૂલોનો હાર પહેરાવવાને બદલે તેને બ્રોડગેજ રેલ્‍વે અંગે પ્રશ્‍ન પુછે તો જ બ્રોડગેજની સુવિધા મળશે નહી તો જનતા વાહવાહ કરે અને નેતાઓ મોજે મોજ કર્યા કરશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/