fbpx
અમરેલી

ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. .અશોક કુમાર (IPS)નાઓ દ્વારા લેવામાં આવેલ અમરેલી જીલ્લા પોલીસનું વર્ષ-૨૦૨૦નું વાર્ષિક ઇન્સપેક્શન


પોલીસ તંત્રના વાર્ષિક મૂલ્યાંકન માટે દર વર્ષે રેન્જના વડા દ્વારા તાબાના જીલ્લાના પોલીસ દળનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ભાવનગર રેન્જ‍ ડી.આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર (IPS) નાઓ દ્વારા અમરેલી જીલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન હાથ ધરવામાં આવેલ હતું.
 લોકાર્પણ :
જિલ્લાના નાગરીકો શાંતિ અને સલામતિ અહેસાસ થાય અને કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે લોક ભાગીદારીથી (૧) લાઠી પો.સ્ટેના ચાંવડ આઉટ પો.સ્ટે., (૨) અમરેલી સીટી પો.સ્ટે. નાગનાથ પોલીસ ચોકી, (૩) કોલેજ રોડ પોલીસ ચોકી તથા (૪) ચલાલા પો.સ્ટે.ના બસ સ્ટેશન પોલીસ ચોકી તથા (૫) ધારી પો.સ્ટે.ના લાયબ્રેરી ચોક પોલીસ ચોકી, (૬) બગસરા પો.સ્ટે.ની માણેકવાડા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવેલ.
 વિઝિટ :
વાર્ષિક ઇન્સપેક્શન દરમિયાન પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓ, રીડર બ્રાન્ચ, MOB, LIB, અરજી, ફીંગર પ્રિન્ટ, કોમ્પ્યુટર, પોલીસ કંટ્રોલ રૂમ, વહીવટી શાખાઓ તથા પોલીસ હેડ ક્વાર્ટસના માઉન્ટેડ, એમ.ટી., બેન્ડ, ડોગ સ્કોડ, વાયરલેસ, નેત્ર કમાન્ડ કંટ્રોલ રૂમ, સી.પી.સી. કેન્ટીન, આર્મ્સ એમ્યુનેશન, કોત રૂમ, આર્મર રૂમ, LCB, SOG, જિલ્લા જેલ વિઝિટ, બાબરા પોલીસ સ્ટેશન તથા ધારી પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી.
 ક્રાઇમ કોન્ફરન્સ તથા સારી કામગીરીની વિગત :
વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને જીલ્લાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી, મદદનીશ/નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પોલીસ ઇન્સપેક્ટરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રીનાઓ સાથે શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી બનેલ ગુન્હાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આાવેલ, જેમાં અમરેલી જિલ્લાામાં વર્ષ-૨૦૨૦માં બનવા પામેલ ગુનાઓની આંકડાકીય માહિતી જેવી કે અમરેલી જિલ્લારમાં બનવા પામેલ ખુનના ૧૨ ગુનાઓ જે તમામ ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ, કુલ ૯૯૧ માંથી ૯૩૯ ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ, પોલીસ દ્વારા વિવિધ હેડમાં લેવામાં આવેલ અટકાયતી પગલાં-૫૭૯૭, જિલ્લાડમાં બનવા પામેલ સંવેદનશીલ બનાવો, ગેર કાયદેસર હથિયાર ધારાના-૧૪, લોકડાઉન અને વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને-૧૯૨૧૬ ગુન્હા દાખલ કરેલ, જિલ્લાની એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોાડ, જિલ્લા ટ્રાફિક જેવી શાખાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી, ડીટેક્શન, GUJCTOC નો ગુન્હોસ રજી. કરાવવામાં આવેલ તેમજ ૭ ગેંગ કેસો રજી. કરાવેલ, જિલ્લાામાં રજી. થયેલ ગુન્હાાઓમાં કરવામાં આવેલ સારી તપાસો, પાસા અધિનિયમમાં આવેલ સુધારા બાદ કરવામાં આવેલ કામગીરી તેમજ વર્ષ દરમ્યારન કુલ ૧૩૫ પાસા દરખાસ્ત તૈયાર કરેલ, જે પૈકી ૩૯ પાસા દરખાસ્તક મંજુર થતાં, પાસા અટકાયતીઓને જેલ હવાલે કરવામાં આવેલ, તડીપારની ૨૭૫ લોકોની દરખાસ્તી કરવામાં આવેલ, બે PIT N.D.P.S. ની દરખાસ્તઆ કરેલ જે મંજુર થયેલ, નશાકારક પદાર્થો અંગેની કામગીરી, ACB લગત દરખાસ્તો , બેનામી સંપત્તિ અંગેની કુલ ૮ દરખાસ્તો, કરવામાં આવેલ, જમીન દબાણની ૬ દરખાસ્તોલ કરવામાં આવેલ, પશુ સંરક્ષણ ધારાની જોગવાઇઓ મુજબ ખાલસા કરેલ વાહનોની વિગતો, ઉંચા વ્યાજે ગે.કા. રીતે નાણા ધીરધારનો ધંધો કરનાર આરોપીઓ વિરૂધ્ધવ ૨૦ કેસો દાખલ કરવામાં આવેલ, વર્ષ દરમ્યાંન પ્રોહિબીશન અંગે કુલ ૧૩,૪૦૫ કેસો દાખલ કરવામાં આવેલ, જુગારના -૫૮૦ કેસો દાખલ કરવામાં આવેલ, પોલીસ વેલ્ફેરરની કામગીરી અંતર્ગત જિલ્લામાં તમામ પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તેમજ પોલીસ હેડક્વાર્ટસ ખાતે મિયાવાંકી જાપાનીઝ પધ્ધતિથી કુલ-૬૫૦ વૃક્ષો રોપવામાં આવ્યા, કોવિડ-૧૯ અનુસંધાને અમરેલી પોલીસ દ્વારા ૭૦૧૧ કેસો કરવામાં આવેલ, માસ્કના – ૪૭૮૮૩ કેસો કરી રૂ-૧,૮૯,૮૪૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવેલ, ઉપરાંત કોવિડ-૧૯ અનુસંધાને રાહત કાર્ય અંગે કરવામાં આવેલ કામગીરી, લોકડાઉન દરમ્યાલન શરૂ કરવામાં આવેલ લોકમિત્ર એપ્લીંકેશન તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેીશનની હદમાં આવેલ શિયાળબેટ, સવાઇપીર તથા અબુસવાઇ પીરના સ્થમળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા ૪૪ સી.સી.ટી.વી. કેમેરા લગાવેલ, તે અંગેના અહેવાલ રજુ કરવામાં આવેલ. કોન્ફુરન્સા દરમ્યાશન ગત વર્ષની સરખામણીમાં ક્રાઇમ રેટમાં ઘટાડો થયેલ હોવાનું તેમજ પોલીસ દ્વારા ૫૩ નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી તથા ટ્રાફિક નિયમન લગત કામગીરી કરવામાં આવેલ તેમજ હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા સરકારશ્રી દ્વારા જારી કરેલ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/