fbpx
અમરેલી

સમાજ – સહકાર પ્રત્યે ન્યોછાવર રામબાપા ચત્રોલાના દિવાયું સતાયુ અવસરે તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવતા NCUI ના ચેરમેન દિલીપ સંઘાણી

ટેલીફોનીક શુભેચ્છા પાઠવતા કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા વડીલ વંદના અવસરે સહકારી આગેવાન અશ્વિનભાઈ સાવલીયા , ભાવનાબેન ગોડલીયા , રામભાઈ સાનેપરા , ઘનશ્યામભાઈ ત્રાપસીયા , બિપીનભાઈ જોષી , વિસામણબાપુ વાળા , મનસુખભાઈ ગાંગડીયા સહિતના લોકો ઉપસ્થિત વચ્ચે સન્માનપત્ર , શાલ , પુષ્પગુચ્છથી કરાયુ સ્વાગત સ્વાતંત્ર સેનાની સ્વ.ગુણવંતભાઈ પુરોહીતના શતાયુ મહોત્સવની જેમજ રામબાપાના શતાયુ મહોત્વની ઉજવણી કોરોનાની પરિસ્થિતીને કારણે તેમના નિવાસ સ્થાને જઈ સાદગીપુર્ણ કાર્યક્રમ કરવામાં આવ્યો . સહકારના માધ્યમથી ગ્રામ્ય વિકાસ , સ્વરોજગાર અને આત્મનિર્ભરનું સુત્ર સાર્થક કરતા રામબાપા અનુભવ પુર્ણ વરિષ્ઠતા , સૌજન્ય પુર્ણ વ્યકિતત્વ ધરાવતા પરમ આદરણીય મુરબ્બીશ્રી રામબાપા ચિત્રોલા ગ્રામ્ય વિસ્તારમાં સહકારી પ્રવૃતિની જયોત જલાવી સહકારના માધ્યમથી ગ્રામોથન કરવાના ભેખધારી સહકારથી સ્વરોજગાર અને સ્વરોજગાર થી આત્મનિર્ભર સુત્રને ખરા અર્થમાં પરિપુર્ણ કરવા મથામણ કરતા પરમ આદરણીય વડીલ મુરબ્બીશ્રી રામબાપા ચત્રોલાએ સુખ પુર્ણ તંદુરસ્ત જીવન સાથે શતાબ્દી પુર્ણ કરી છે તે અવસરને અમરેલી પરિવાર દ્વારા અભિનંદન સાથે ઉજવવામાં આવેલ . સ્વાતંત્ર સેનાની સ્વ.ગુણવંતભાઈ પુરોહીતના શતાયુ મહોત્સવની જેમજ રામબાપાના શતાયુ મહોત્સવ ઉજવવાનો હતો પરંતુ કોરાનાની પ્રર્વતમાન સ્થિતીને કારણે તેમના જન્મોત્સવને તેમના નિવાસે જઈને અમરેલી પરિવાર દ્વારા ઉજવાયેલ . આ તકે કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ પણ રામબાપાએ આપેલ સમાજમાં આપેલ યોગદાનને બિરદાવીને તેમનું જીવન નિરોગી અને સમાજ સેવામાં વ્યતીત થાય તેવી શુભેચ્છા પાઠવેલ હતી . આ તકે યોજાયેલ વડીલ વંદના અવસરે સહકારી આગેવાન અશ્વિનભાઈ સાવલીયા , ભાવનાબેન ગોડલીયા , રામભાઈ સાનેપરા , ઘનશ્યામભાઈ ત્રાપસીયા , બિપીનભાઈ જોષી , વિસામણબાપુ વાળા , મનસુખભાઈ ગાંગડીયા સહિતના લોકો ઉપસ્થિત વચ્ચે સન્માનપત્ર , શાલ , પુષ્પગુચ્છથી સ્વાગત શુભેચ્છા પાઠવેલ હતી .

Follow Me:

Related Posts