આગામી ૩૧ જાન્યુઆરીના જાહેર રજા હોવાથી વડિયા ખાતેનો રોજગાર નોંધણી કેમ્પ બંધ રહેશે
રોજગાર કચેરી અમરેલી દ્વારા અમરેલી જિલ્લાનાં દરેક તાલુકા મથકે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પ માસની ચોક્કસ તારીખે રાખવામાં આવે છે. જે અન્વયે વડિયા તાલુકા માટે દર બે માસે એક વાર એકી પાસે જે તે માસની છેલ્લી તારીખે હોય છે. જે મુજબ આ માસમાં ૩૧-૧-૨૦૨૧ છે. પરંતુ ૩૧-૧-૨૦૨૧ નાં રોજ જાહેર રજા હોવાથી વડિયા ખાતેનો કેમ્પ બંધ રાખવામાં આવેલ છે. તેમજ જે રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ નોંધણી, રીન્યુઅલ વગેરે કામગીરી કરાવવાની હોય તેઓ રોજગાર કચેરી અમરેલી ખાતે જાન્યુઆરી માસ દરમ્યાન ચાલુ કામકાજનાં દિવસ દરમિયાન રૂબરૂ, સ્વખર્ચે અથવા તા.૨૦-૧-૨૦૨૧ નાં રોજ તાલુકા પંચાયત કચેરી કુંકાવાવ ખાતે ૧૧-૦૦ થી ૨-૦૦ સમય દરમિયાન હાજર રહેવા જણાવવામાં આવે છે
Recent Comments