રાજુલા – મહુવા શોર્ટ રૂટથી કડિયાળી રોડને જોડતા રસ્તા પર આવેલા રેલ્વે ઓવરબ્રિજ ઉપર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ રાજુલા – મહુવા શોર્ટ રૂટથી કડિયાળી રોડને જોડતા રસ્તા પર આવેલા રેલ્વે ઓવર બ્રિજ (૨૦-એ) ઉપરથી પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓ માટે આગામી ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહનોએ નેશનલ હાઇવે – ભેરાઇ ચોકડી – લીલાપીરની ધાર – રાજુલા રૂ ઉપરથી અથવા લીલાપીરની ધાર – નેશનલ હાઇવે – કડિયાળી ગામ પાસે જુના કડિયાળી રોડથી રાજુલા રૂટ ઉપરથી અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
Recent Comments