અમરેલીમાં કોરોના વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3774 પર
અમરેલી જિલ્લામાં આજે 3 પોઝિટિવ સામે 1 ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં કોરોનાનો અંત લાવવા વેકસીન ના ડોઝ આપવાનું શરૂ થઈ ગયું છે. સતત ઘટતા જતા પોઝિટિવ કેસો સાથે કોરોનાનો અંતની અમરેલી જિલ્લામાં ઘડીઓ ગણાય રહી છે. યાદ રહે અમરેલી જિલ્લો કોરોના મુક્ત જિલ્લો હજુ થયો નથી માટે દરેકે બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરીને જ બહાર નીકળવું સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન પણ કરવું. માસ્ક પહેરો અને પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો.
આજ તા. 18 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 35 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 1 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3774 પર પહોંચ્યો.
Recent Comments