fbpx
અમરેલી

ભારતભરના સ્ટેશન માસ્તર દરેક વિભાગીય કચેરી DRM Office સામે 21 જાન્યુઆરી ના રોજ એક દિવસીય ભૂખ હડતાળ કરશે

આખા ભારતના 35000 સ્ટેશન માસ્ટર નીચેની ત્રણ માંગણીઓ સાથે 7 Octoberક્ટોબરથી સંઘર્ષ કરી રહ્યા છે*
1- નાઇટ ડ્યુટી અલૌવન્સ માટે ની પાત્રતા માટે સીલિંગ મર્યાદા રૂ.43600/- નો આદેશ રદ કરવા માં આવે. 2- ઓપન લાઇન સ્ટાફને કોરોના યોદ્ધા જાહેર કરી 50 લાખનો જીવન વીમો આપવામાં આવે. 3- રેલવેના નિજીકરણ અને ખાનગી નિવેશને રોકવા માં આવે.
રેલ્વે બોર્ડના પત્ર નં. 83/2020 તારીખ 29 સપ્ટેમ્બર 2020 દ્વારા નાઇટ ડ્યુટી ભથ્થા ની પાત્રતા માટે સિલિંગ 43600 નક્કી કરી અને આ આદેશ તારીખ 1.7.2017 થી લાગુ કરી ત્યાર થી અત્યાર સુધી ની ચુકવણી ની રિકવરી કરવાનો આદેશ કરવા માં આવ્યો છે.જોકે, ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોશ્યશન દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા આ આદેશ નો વિરોધ કરવા માં આવતા, રેલવે બોર્ડ દ્વારા રિકવરી માટે પુનઃ વિચારણા કરવાનો આદેશ કરવા માં આવ્યો છે.

પરંતુ હજી સુધી આ આદેશ રદ કરવા માટે કોઈ નવો આદેશ આપવા માં આવ્યો ન હોવાથી હવે એસોશ્યશન દ્વારા 21 જાન્યુઆરી ના રોજ દેશ ની તમામ રેલવે ડીવીસન ઑફિસ સામે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન સાથે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ભૂખ હડતાળ કરવામાં આવશે.દેશ ની સાંપ્રત કોવિડ 19 ની પરિસ્થિતિ ને સમજતા, રેલવે કર્મચારીઓ એ દોઢ વર્ષ સુધી એમના DA રોકવાના સરકારી આદેશ ને વિના વિરોધે માથે ચડાવ્યો. એ ઉપરાંત PM CARES FUND માં દરેક રેલવે કર્મચારીએ એક દિવસ નો પગાર જમા કરાવ્યો, ત્યારે દેશ ભર ના સ્ટેશન માસ્ટરો એ 3 દિવસ નો પગાર જમા કરાવવા નું કહ્યું. અમારા TA અને ઓવર ટાઈમ જેવા ભથ્થાઓ ઉપર પ્રતિબંધ લગાવવા માં આવ્યા એનો પણ સ્વીકાર કર્યો…પરંતુ, નાઈટ ડ્યૂટી ભથ્થું એ, સરકાર દ્વારા, કર્મચારી ને એની કુદરત વિરુદ્ધ લેવામાં આવતી ફરજ ના કારણે એની તબિયત પર થતી પ્રતિકૂળ અસરો અને એની સામાજિક ફરજો નિભાવવા માં પડતી મુશ્કેલીઓ ને ધ્યાન માં રાખી આપવા માં આવતી એક ક્ષતિપૂર્તિ રકમ છે…

માટે જ એ ભથ્થું રોકવાના સરકારી આદેશ નો વ્યાપક વિરોધ કરવા માં આવી રહ્યો છે. જે વિરોધ હવે છઠ્ઠા તબક્કા માં પહોંચ્યો છે.પ્રથમ તબક્કામાં, 7 ઓક્ટોબર ના રોજ એસોશ્યશન ના પદાધિકારીઓએ રેલવે બોર્ડના અધિકારીઓને ઇમેઇલ મોકલી વિરોધ નોંધાવ્યો હતો.બીજા તબક્કામાં, ભારતભરના સ્ટેશન માસ્ટરોએ 15 ઓક્ટોબરના રોજ નાઇટ શિફ્ટમાં સ્ટેશન પર મીણબત્તીઓ સળગાવી ડ્યૂટી કરીને વિરોધ કર્યો હતો.ત્રીજા તબક્કામાં, 20 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી 1 અઠવાડિયા માટે બ્લેક રિબન પહેરીને ડ્યૂટી કરીને વિરોધ નોંધાવવા માં આવ્યો હતો,ત્યારબાદ, ચોથા તબક્કા માં 31 ઓક્ટોબરના રોજ, ટ્રેનના સંચાલનને સુવ્યવસ્થિત રીતે ચાલુ રાખીને ભારતના સ્ટેશન માસ્ટરો એ ચાલુ ડ્યૂટી એ પોતપોતાના સ્ટેશન ઉપર એક દિવસીય ભૂખ હડતાલ કરી હતી.પાચમા તબક્કામાં, ભારતભર ના સ્ટેશન માસ્ટર્સ એ દરેક ડિવિઝન ઓફીસ સામે 25 નવેમ્બર ના રોજ શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કર્યા હતા.પરંતુ વહીવટીતંત્રે હજી સ્ટેશન માસ્ટર્સ કે રેલ કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો નથી અને નવેમ્બર મહિનામાં ચૂકવવાના થતા નાઇટ ડ્યુટી ભથ્થું રોકવામાં આવ્યું છે.  આથી હવે છઠ્ઠા તબક્કા માં 21 જાન્યુઆરી ના રોજ દેશ ની દરેક ડીવીઝન ઓફિસ સામે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી સ્ટેશન માસ્ટર્સ દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવશે.જે સમયે કોરોનાને લઈને સરકારની તમામ માર્ગદર્શિકાનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર એસોસિએશન આવા આદેશોનો કાયદેસર વિરોધ કરે છે અને વહીવટી તંત્રને ચેતવણી આપે છે કે આ પછી પણ  જો આ હુકમ પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલન સઘન કરવામાં આવશે, જેની જવાબદારી રેલ્વે પ્રશાસનની રહેશે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/