fbpx
અમરેલી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા ભાજપ ની બેઠક યોજાઈ

આ બેઠકમાં જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ કાછડીયા , સહ ઈન્ચાર્જ સોલંકી અને કાકડીયા ઉપસ્થિત રહયા હતા પ્રદેશ ભાજપની સુચના અનુસાર અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજય અમરેલી જિ.પં. તા.પં. અને પાંચ ન.પા.ની ચુંટણી યોજાવાની છે તેને અનુલક્ષીને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી . આ તકે જિલ્લા ચુંટણી ઈન્ચાર્જશ્રી નારણભાઈ કાછડીયા , હીરાભાઈ સોલંકી , જે.વી.કાકડીયા , વી.વી.વઘાસીયા તથા ડો.ભરતભાઈ કાનાબારે ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું . જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની ચયનપ્રક્રિયા માટે નિમાયેલા ચુંટણી નિરીક્ષકશ્રીઓ તાલુકા અને શહેર કક્ષાએ ઉપસ્થિત રહી દાવેદારો , આગેવાનો અને કાર્યકર્તાઓને સાંભળવા જશે . ત્યારબાદ તેમની યાદી જિલ્લા ભાજપને સુપ્રત કરશે . પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા ચુંટણી નિરીક્ષકો શ્રી જિતુભાઈ વાઘાણી , શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , શ્રી વંદનાબેન મકવાણા ત્યારબાદની ચયન પ્રક્રિયામાં જોડાશે . આ બેઠકમાં ચુંટણી લક્ષી સેન્સ પ્રક્રિયાની વ્યવસ્થા , ઉમેદવારોની ચયનપ્રક્રિયા અને ચુંટણીઓ જિતવા માટેની વ્યુહરચના અને ચર્ચાઓ થઈ હતી . આ બેઠકમાં જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ તેમજ સાસંદશ્રી નારણભાઈ કાછડીયા , સહ ઈન્ચાર્જ પૂર્વ સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકી , ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા , પૂર્વ ધારાસભ્યશ્રી વી.વી.વઘાસીયા , જિલ્લા મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા , પુનાભાઈ ગજેરા , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , ડો.ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , કાળુભાઈ વિરાણી , અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા , દીપકભાઈ માલાણી , જિલ્લા ભાજપનાં હોદેદારશ્રીઓ , મંડલનાં પ્રમુખ , મહામંત્રીશ્રીઓ , સ્થાનીક સ્વરાજય ચૂંટણી માટે જિલ્લા ભાજપ દ્રારા નિમાયેલા ચુંટણી નિરીક્ષકો હાજર રહયા હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/