fbpx
અમરેલી

નિર્દોષ બાળક કયારેય શાળાએ ગયો નથી પરિવાર સાથે આમથી તેમ ફરે છે

રહને કો ઘર નહીં, સોને કો બિસ્‍તર નહીં, અપના ખુદા હૈ રખવાલા બાબરામાં પધારેલ બાળકનાં અવાજે સૌને મંત્રમુગ્‍ધ કર્યા એક વેપારીએ બાળકનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતાં બાળક મીડિયાજગતમાં ચમકયો નિર્દોષ બાળક કયારેય શાળાએ ગયો નથી પરિવાર સાથે આમથી તેમ ફરે છે ગરીબ પરિવારનાં બાળકને તક મળે તો દુનિયામાં નામ મેળવી શકે તેમ છે બાબરામાં એક બાળ કલાકારે કમાલ કરી છે. ઉપર રહેવા છત નથી શિયાળો હોય કે ઉનાળો ઉંટ ગાડી જ જેનો સહારો છે. આવા પરિવારના બાળકની કલાકારી ખૂબ વાયરલ થઈ છે. થોડા દિવસ પહેલા આ બાળક બાબરાની બજારમાં આવ્‍યો હતો બુટ લેવા અને એક વેપારીએ આ બાળકનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. અને પછી ટીવી ચેનલોમાં પણ ચાલી આ બાળકની સ્‍ટોરીઓ. ઉપર રહેવા છત કે નથી કોઈ આશરો પણ જુસ્‍સો ખૂબ જ બળવાન છે. આ વાત છે રમેશ બારોટનીજેની ઉંમર ખૂબ નાની છે. અને બાળકે સારૂં ટેલેન્‍ટ લોકો સામે બતાવ્‍યું છે. દેખાવે ખૂબ સૌમ્‍ય છે પરંતુ કંઠ ખૂબ સારો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહયા છે. તેના કંઠને જોતા તે ખૂબ જ સારો લાગે છે પરંતુ તે અભણ છે. આ બાળક કયારેય પણ શાળાએ ગયો નથી અને તે અભણ હોવા છતાં ઘણું સારૂં ગાઈ શકે છે અને તેની યાદ શકિત પણ સારી છે. ગીતોનો ખજાનો તેની પાસે છે તે સારા ગીતોને આરામથી ગાઈ શકે છે અને મધુર કંઠ પણ છે. આ બાળકનો એક વિડીયો પણ થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો અને આ કલાકારી જોઈને લોકોએ ખૂબ તેને બિરદાવ્‍યો હતો. તો બીજી તરફ આ રમેશનો પરિવાર ખૂબ ગરીબ છે. પોતાની રોજગારી મેળવવા માટે કયારેક સૌરાષ્‍ટ્રમાં આવે છે તો કયારેક ચરોતર વિસ્‍તારમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવી રહયું છે. સૌરાષ્‍ટ્રમાં અમરેલી જિલ્‍લામાં લગ્ન ગાળા તેમજ ખેતીની સિઝનમાં આવે છે. ડંગાઓ નાખીને ખેતરોમાં અને ખાલી જગ્‍યાઓ પર રહે છે અને ખેત મજૂરી તેમજ લગ્નના કાર્યક્રમોમાં ઉંટ સાથે કામ કરે છે. અને મોટી સંખ્‍યામાં ઉંટ ગાડીઓ લઈને અહીં આવે છે. આ રમેશના પરિવારમાં પણ 8 થી 10 લોકો છે. નાના બાળકો, મહિલાઓ અને પુરૂષો છે. ઘણા પુરૂષો પરિવારમાં કલાકારી સાથે સંકળાયેલા છે અને ખૂબ સુંદર ગાઈ શકે છે.બારોટ પરિવારમાંથી આવતા હોવાથી તેઓને જન્‍મથી જ આ કળા તેનામાં હોય છે. તેવામાં આ બાળકને પણ અનોખી મિશાલ લોકોને આપી છે. અને આ બાળકનો અવાજ લોકોને ખૂબ ગમી રહયો છે. તેવામાં બાળકની મદદે સાહિત્‍ય પ્રેમીઓ આવે જેથી આ બાળક આગળ આવે તેવી લાગણી પણ આ બાળકના પરિવારજનો કરી રહયા છે. તેમજ આ બાળક મોટા સ્‍ટેજ પર પહોંચે તેવી આશા રાખી રહયા છે. તેવામાં આ પરિવારની આ બાળક પ્રત્‍યે અનેક આશા અપેક્ષાઓ છે. તો આ બાળકને પૂરતો સહકાર મળે તો જરૂરથી આગળ વધી શકે તેમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/