fbpx
અમરેલી

ચલાલા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કારીયા દ્વારા જુદા જુદા વિભાગો ની જવાબદારી આપી ચેરમેનો ની નીમણુકો આપવા મા આવી

આજે અમરેલી જીલ્લા ભાજપ ની સુચના મુજબ અને ધારાસભ્ય જે. વી.ભાઈ કાકડીયા ના માર્ગદર્શન મુજબ ચલાલા નગરપાલિકા હોલ મા પ્રમુખ ગીતાબેન કારીયા દ્વારા જુદા જુદા વિભાગો ની જવાબદારી આપી ચેરમેનો ની નીમણુકો આપવા મા આવી હતી…જેમા કારોબારી સમિતિ ના ચેરમેન તરીકે શ્રીમતી ચંપાબેન મનસુખભાઈ ગેડીયા, પાણી પુરવઠા ચેરમેન તરીકે શ્રી પુનાભાઈ બાવભાઇ કુકડ, વાહનવ્યવહાર કમીટી ના ચેરમેન તરીકે શ્રીમતી નયનાબેન બાલકૃષ્ણ દાસ બાપુ દેવમુરારી,  આરોગ્ય સમિતિ ના ચેરમેન તરીકે શ્રીમતી ભાવનાબેન ચંદુભાઇ રાજયગુરુ, ની નીમણુકો આપમા આવી હતી…આ વિવિધ વિભાગો ના ચેરમેનો ને અંભિનંદન આપી આપની જવાબદારી ઓ મા  ખુબ જ કામયાબી હાસલ કરો તેવો ભાવ વ્યકત કરી મો મીઠા કરાવ્યા હતા..આ તકે ચલાલા નગરપાલિકા ના ઉપ પ્રમુખ જયરાજભાઇ વાળા,પૃવઁ પ્રમુખ હિંમતભાઈ દોંગા, શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ ભાઇ કારીયા, શહેર ભાજપ અગ્રણી સુયઁવિર ભાઇ વાળા, બાલાબાપુ દેવમુરારી, સદસ્ય અશોકભાઈ કાકડીયા, ભરતભાઈ સોંલકી, ચતુરભાઈ સુરેલા, ભાયાભાઇ ગોહિલ, હિતેશભાઈ રાજયગુરુ,ન.પા. ના કમઁચારી ગજુભાઇ વાળા, શ્રી કાળુભાઇ લશ્કરી, મોલીકભાઇ ગોસાઇ જયદેવભાઇ ચોહાણ, સહીત ના તમામ કમઁચારી ગણ ઉપસ્થીત રહી પોતા ની શુભકામના વ્યકત કરી હતી…. 

Follow Me:

Related Posts