fbpx
અમરેલી

અમરેલીને આઝાદીનાં વર્ષો બાદ નિયમિત પાણી મળતું નથી

અમરેલી શહેર એ જિલ્‍લાનું મુખ્‍ય મથક છે. રાજયને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર શહેરમાં આઝાદીના 73 વર્ષ બાદ પણ દરરોજ નિયત સમયે પાણી આપવામાં પાલિકાના શાસકો સદંતર નિષ્‍ફળ સાબિત થઈ રહયા છે.

છેલ્‍લા પ0 વર્ષમાં પાલિકામાં ભાજપ- કોંગ્રેસ અને અન્‍ય પક્ષોએ શાસન ચલાવ્‍યું છતાં પણ નિયમિત પાણી અંગે કોઈ શાસકોએ ગંભીરતા દાખવી નથી.

શહેરમાં શરૂઆતમાં એક માત્ર તારવાડી વોટર વર્કસથી પાણી વિતરણ થતું હતું. ત્‍યારે જો કે શહેરની ક્ષમતા ઓછી હતી છતાં પણ નિયમિત પાણી વિતરણ થતું હતું.

હાલમાં છેલ્‍લા 30 વર્ષથી અનિયમિત પાણી વિતરણ થઈ રહયું છે. કારણ કે શહેરનો ચારે દિશામાં વિકાસ થયો. તેની સામે બ્રાહ્મણ સોસાયટી, ભકિતનગર, જેસીંગપરા અને સાવરકુંડલા માર્ગ પર ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સમ્‍પની સુવિધા ઉભી કરવામાં આવી છે.

થોડા વર્ષો પહેલા શહેરમાં 10 થી 1પ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું. જો કે હાલમાં 3 થી 4 દિવસે પાણી વિતરણ થાય છે. પરંતુ, સમયના કોઈ ઠેકાણા નથી. મહિલાઓ પાણી આપવાના દિવસે આખો દિવસ પાણીની રાહ જોઈનેબેસી રહે છે.

અમરેલીના રાજકીય આગેવાનો ભલભલાનું પાણી ઉતારી દેવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ ગૃહિણીઓને નિયમિત પાણી કેવી રીતે આપી શકાય તે અંગે કયારેય ગંભીરતાથી વિચાર કરતી નથી તે હકીકત છે.

આગામી દિવસોમાં પાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી હોય જે ઉમેદવાર શહેરમાં દરરોજ અને એ પણ નિયત સમયે પાણી વિતરણની ગેરંટી આપે તેવા જ ઉમેદવારને વિજેતા બનાવવાની   જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/