fbpx
અમરેલી

વિકાસનો વિશ્વાસ એટલે ભાજપ , રાષ્ટ્રભક્તિ – જનસેવા પરંપરા જાફરાબાદ , ધારી , બગસરા , ખાંભા તાલુકામાં વિદ્યુતવેગી પ્રવાસ , સભામા વિશાળ જનમેદની

સાંસદ કાછડીયા , પ્રમુખ વેકરીયા , ધારાસભ્ય કાકડીયા , પૂર્વ સંસદીય સચિવ સોલંકી પૂર્વ ધારાસભ્ય ભુવા તથા જીલ્લા – તાલુકા પંચાયતોના ભાજપ ઉમેદવારોના સમર્થન પ્રવાસમા સાથે રહયા રાજયનાં નામાંકીત શહેરોએ ભાજપની વિકાસની નીતીને અપનાવીને જવલંત સફળ આપતો જન ચુકાદો જાહેર કરી દીધો છે તેવા સમયે અમરેલી જિલ્લાની જનતા જિલ્લા , તાલુકા અને શહેરનાં સાશનનાં સુત્રો પણ ભારતીય જનતા પક્ષના સનિષ્ઠ ઉમેદવારોને સોપીને આ વિકાસ યજ્ઞમાં આહુતી આપે તેવી હાંકલ સાથે અમરેલી જિલ્લાનાં જાફરાબાદ , ધારી , બગસરા , ખાંભા તાલુકામાં ચુંટણી લક્ષી પ્રચાર પ્રસાર તેમજ સભાઓ યોજાઈ . અમરેલી જિલ્લાના તાલુકાઓમાં ચુંટણીલક્ષી સભાઓ જાફરાબાદ તાલુકાની ટીબી જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર અંજવાળીબેન પડશાળા , તાલુકા પંચાયતના ઉમેદવારો ચંપાબેન વાજા , રણછોડભાઈ મકવાણા , મંજુબેન બાંભણીયા , વનિતાબેન મકવાણા , લીલીબેન મકવાણા , દયાબેન જોગદીયા , સમજુબેન મકવાણા , સામતભાઈ પરમાર સમર્થનમાં સભા યોજાયેલ ખાંભા તાલુકાની ડેડાણ જિ.૫.સીટ ના ઉમેદવાર નર્મદાબેન સેંજલીયા , તેમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતનાં ઉમેદવારો કંચનબેન મકવાણા , અશોકભાઈ ચુડાસમા , ભાનુબેન રાતડીયા , મંજુલાબેન સુદાણી , માલુબેન વાઘ , પાર્વતીબેન જાદવ , તથા ખાંભા જિ.૫.સીટનાં ઉમેદવાર નીતાબેન ચાવડા , તેમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતનાં ઉમેદવારો હમીરભાઈ ખાટરીયા , મનીષાબેન માણલકીયા , મધુભાઈ બુધેલા , મંગુબેન બારૈયા , મુકતાબેન સરવૈયા સમર્થનમાં સભા યોજાયેલ . બગસરાતાલુકાની હામાપુર જિ.૫.સીટ ના ઉમેદવાર ઈલાબેન ભાયાણી , તેમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતનાં ઉમેદવારો હસમુખભાઈ બાબરીયા , અશ્વિનભાઈ કોરાટ સંગીતાબેન કાનકડ , લીલાબેન લોંઘણવદરા , કાંતીભાઈ વેકરીયા , વિપુલભાઈ કયાડા , ભીખુભાઈ દેવગણીયા , દયાબેન ભેસાણીયાનાં સમર્થનમા સભા યોજાયેલ . સમગ્ર પ્રવાસમા સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , ધારાસભ્ય જે.વી.કાકડીયા , પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી , જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ જોડાયેલા તઉપરાંત ધારી તાલુકાના પ્રવાસવેળા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સહિતના લોકો સાથે રહયા હતા તેમ જીલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts